તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ પાલિકાકર્મીઓની અંબાજી યાત્રા:હોદ્દેદારો અને કર્મચારીઓની યાત્રાથી સોમવારે પાલિકાની કચેરીને તાળાં, અરજદારો અટવાયા

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ નગરપાલિકામાં આજે અંબાજીમાં હવન નિમિત્તે રજા રાખવામાં આવી હતી. જેના કારણે તાળા મારેલા જોવા મળ્યા હતા. ઉપરાંત પાલિકાના ગેટ પર બોર્ડ મુકાયેલુ જોવા મળ્યુ હતુ. - Divya Bhaskar
નડિયાદ નગરપાલિકામાં આજે અંબાજીમાં હવન નિમિત્તે રજા રાખવામાં આવી હતી. જેના કારણે તાળા મારેલા જોવા મળ્યા હતા. ઉપરાંત પાલિકાના ગેટ પર બોર્ડ મુકાયેલુ જોવા મળ્યુ હતુ.

નડિયાદ નગરપાલિકામાં દર વર્ષની માફક આ વર્ષે પણ અંબાજી મંદિરમાં હવનના દિવસે રજા આપવામાં આવી છે. પ્રમુખ પ્રતિનિધિ અને મોટાભાગના સત્તાધારી કાઉન્સિલરોનું એક જૂથ શનિવારે જ અંબાજી મંદિરે રવાના થયુ હતુ. પાલિકાના એક કાઉન્સિલર દ્વારા અંબાજીમાં હવનનું આયોજન કરાયુ હોવાથી તેમાં ભાગ લેવા અને દર્શન માટે અંબાજી પહોંચ્યા હતા. ત્યારે આજે સોમવારે અંબાજી મંદિરમાં વિશેષ હવન હોવાથી નડિયાદ નગરપાલિકાના કર્મચારી હિતરક્ષક મંડળ હેઠળના મોટાભાગના કર્મચારીઓ રવિવારે અંબાજી જવા નીકળી ગયા હતા.

સોમવારે વિશેષ રજા આપવામાં આવી
સ્વ ખર્ચે અંબાજી પહોંચેલા કર્મચારીઓને સોમવારની વિશેષ રજા આપવામાં આવી છે. નગર પાલિકાના પ્રમુખ પ્રતિનિધિ ચંદ્રકાન્તભાઈ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજીમાં યોજાતા હવન માટે કર્મચારીઓને રજા આપવામાં આવી છે. ત્યારે સોમવારની રજા હોય કર્મચારીઓ રવિ અને સોમવાર એમ બે દિવસ અંબાજી રોકાઈને દર્શન કરશે તેમ જાણવા મળ્યુ છે.

કર્મીઓ વગર અરજદારો અટવાયા
બીજીતરફ બીજા એક કર્મચારી મંડળે આ રજાનો લ્હાવો ઘરે રહીને જ લીધો છે. ત્યારે આજે સોમવારે નગરપાલિકામાં કોઈ ફરક્યુ ન હતુ. માત્ર રજા રહેશે, તેવું બોર્ડ મુકેલું જોવા મળ્યુ હતુ. જો કે, ફાયર વિભાગના કર્મચારીઓ પોતાની ડ્યુટી પર હાજર જોવા મળ્યા હતા. આમ, કર્મચારીઓનીકારણે કચેરી બંધ રહેતા કામ માટે આવેલા અરજદારો અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...