તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:નડિયાદ પાલિકા ટેક્સ કૌભાંડમાં 3 આરોપીના જામીન નામંજૂર

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપી ઓ દ્વારા કસ્ટડીમાંથી છુટવા ધમપછાડા કર્યા

નડિયાદ નગર પાલિકામાં રૂ.25 લાખ ના ટેક્સ કૌભાંડમાં ધરપકડ થયેલ આરોપીઓ જેલમાંથી બહાર નીકળવા પગ પછાડી રહ્યા છે. પરંતુ કાયદાના સકંજામાં ઘેરાયેલા આરોપીને જામીન મળી રહ્યા નથી. 1.કાસમાઇ મોલવી, 2.અનીલભાઇ ઠાકોર અને 3.સુનીતાબેન મિસ્ત્રીની પોલીસે ધરપકડ કરી તે અગાઉ આરોપીઓએ નડિયાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે તે વખતે તે અરજી ના મંજુર થઇ હતી. જેથી આરોપી ઓ હાઈ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ 3 મેના રોજ તે અરજી આરોપીઓ ને પરત ખેંચવી પડી હતી.

ના છુટકે તા.28 જૂનના રોજ નાટ્યાત્મક ઢબે આરોપી ઓની પોલીસે ધરપકડ કરી હતી. અને 3 દિવસના રિમાન્ડના અંતે આરોપીઓને બિલોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જેલમાં ગયા બાદ પણ આરોપી ઓ બહારની હવા ખાવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જે માટે તેઓએ નડિયાદ ની સેશન્સ કોર્ટમાં ફરી જામીન અરજી મુકી હતી, પરંતુ હાલ સમગ્ર કેસની તપાસ ચાલી રહી હોય, સરકારી વકીલ ઉમેશ ઢગટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે જો આરોપી ઓને જામીન મળે તો કેસની તપાસ ને અસર થઇ શકે છે. જે તમામ બાબતોને ધ્યાન પર રાખતા કોર્ટે ફરી એકવાર આરોપી ઓના જામીન ના મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...