કડક સૂચન:નડિયાદ નગર પાલિકા પ્રશાસને બે દિવસમાં 9 ગાયો પાંજરે પુરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાર્ગો પર રખડતી ગાયોને પકડવાનું કાર્ય યથાવત રહેશે

નડિયાદ પાલિકાના ઢોર વિભાગે રસ્તે રખડતી ગાયોને પાંજરે પુરવાની કામગીરીનો પુન: આરંભ કર્યો છે. ગુરુવારથી શરૂ કરેલી કામગીરી બાદ બે દિવસમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી 9 ગાયોને પાંજરે પુરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં અગાઉ રખડતી ગાયોના કારણે અનેક બિના બની છે. જેમાં લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે. નગરપાલિકા તંત્રએ ચોમાસાથી માંડી અત્યાર સુધી ત્રણથી ચાર વખત પશુ માલિકો સાથે બેઠકોનો દૌર ચલાવ્યો હતો. તેમજ દરેક પશુ માલિક પોતાના પશુઓની જાતે જ સંભાળ રાખે તે માટે કડક સૂચન કરાયુ હતુ.

જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરના જાહેર માર્ગો પર ગાયોનું પ્રમાણ ઘટ્યુ હતુ. જો કે, છેલ્લા સપ્તાહથી રસ્તાઓ પર ગાયોની ચહલ-પહલ જોવા મળી રહી હતી. પરીણામે નગરપાલિકાના ઢોર વિભાગ દ્વારા ગાયોને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં રસ્તા પર ગાયો વધી ન જાય, તે આશયથી પાલિકાએ ગુરુવારે 4 અને શુક્રવારે 5 ગાયોને પકડી છે. તેમજ અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલા ઢોરડબ્બામાં પુરી છે. આગામી દિવસોમાં પણ શહેરના જાહેર માર્ગો પર જે ગાયો ફરતી દેખાશે, તેને પાંજરે પુરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...