તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેશનલ સ્પોર્ટ્સ ડે:નડિયાદને 4 આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની ભેટ - સ્વિમીંગ પુલ-ટેનિસ કોર્ટનું લોકાર્પણ થયું, ઈન્ડોર બેડમિંગ્ટન-સ્કેટિંગ રીંગનું કામ પૂરજોશમાં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વિમીંગ પુલની તસવીર - Divya Bhaskar
સ્વિમીંગ પુલની તસવીર

આજે ભારત નેશનલ સ્પોટર્સ ડે ઉજવી રહ્યો છે. હૉકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મ દિવસને સરકારે રાષ્ટ્રીય રમત દિવસ જાહેર કર્યો છે. ત્યારે હવે ભારતમાં અનેકવિધ રમતોમાં નેશનલ અને ઈન્ટરનેશલ કક્ષાએ ખેલાડીઓ તૈયાર થઈ રહ્યાં છે. આજ ઉદ્દેશ્યને પાર પાડવા નડિયાદ પણ સજ્જ થઈ રહ્યું છે. નડિયાદમાં સૌથી મોટું સ્પોટર્સ કોમ્પ્લેક્ષ બન્યાં બાદ હવે પાલિકા સંચાલિત સ્પોટર્સને પણ વિકસાવવા માટે ચાર મહત્વના પ્રોજેક્ટ હાથમાં લીધા છે.

જેમાં ઈન્ટરનેશનલ કક્ષાનું સ્વિમિંગ પુલ અને ટેનિસ કોર્ટનું જૂન માસમાં ઉદ્ઘાટન થઈ ગયું છે. જ્યારે ઈન્ડોર બેડમિંગ્ટન કોર્ટ અને સ્કેટીંગ રીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાતી રમતોને લગતાં પ્રોજેક્ટ થકી આગામી દિવસમાં નડિયાદના રમતવીરોને પ્રેક્ટિસ અને મોટી સ્પર્ધાઓમાં પાર્ટીસિપેટ કરવાનો માર્ગ મોકળો થઈ જશે.

સ્વિમીંગ પુલ
દાવલિયાપુરા ખાતે બનાવાયેલા અદ્યતન સ્વિમીંગ પુલનું 2018માં ખાતમુહૂર્ત કર્યા બાદ જૂન 2021માં ઉદ્ઘાટન કરાયું છે. અહીં, જુદી-જુદી બેચમાં 450થી વધુ સ્વિમીંગ પુલના રસિયા અને ખેલાડીઓ કોચ સાથેની પ્રેક્ટિસ કરી શકશે. કોરોનાના કારણે સ્વિમીંગ પુલ અત્યારસુધી બંધ હતો. સરકારે શરૂ કરવાની ગાઈડલાઈન આપતાં નજીકના સમયે પુન:કાર્યરત થશે.

ટેનિસ કોર્ટ
વલિયાપુરા ખાતે ટેનિસ કોર્ટ માટેની વ્યવસ્થા 14.86 લાખ રૂપિયાના ખર્ચે ઉભી કરાઈ છે. ટેનિસ કોર્ટ પણ સ્વિમીંગ પુલની સાથે જ કાર્યરત થયો હતો. અહીં બે ખેલાડીઓ સામસામે અને 4 ખેલાડીઓ પણ પ્રેક્ટિસ કરી શકશે. આ માટે કોચ પણ રખાશે. જે ખેલાડીઓને તાલીમ આપશે. કોરોનાના કારણે બંધ થયેલું ટેનિસ કોર્ટ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

ઈન્ડોર બેડમીંટન સ્કોર્ટ અને સ્કેટિંગ રીંગ
દાવલિયાપુરા સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્વિમીંગ પુલ અને ટેનિસ સ્કોર્ટની બાજુમાં હાલ ઈન્ડોર બેડમીંટન અને સ્કેટિંગરીંગનું કામ ચાલી રહ્યું છે. આ માટે કુલ 1.71 કરોડ રૂપિયા બંને પ્રોજેક્ટ સ્વર્ણિમ જંયતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત ફાળવી આપ્યાં છે. આ કામ વર્ષના અંત સુધી પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...