આદેશ:નડિયાદ પા.ના ફાયર સમિતિના ચેરમેન સવારે જામીન પર મુક્ત

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાનજી પરમાર અને પરિચિતોએ યુવાન પર હુમલો કર્યો હતો

નડિયાદમાં વોર્ડ નં. 6ના કાઉન્સિલર કાનજી પરમાર અને તેમના દિકરા સહિત 5 લોકો સામે ગુનો દાખલ થયા બાદ ગઈ કાલે મોડી રાત્રે પાંચેય નડિયાદ ટાઉન મથકે હાજર થયા હતા. ફાયર સમિતિના ચેરમેન કાનજી પરમારે નજીકમાં રહેતા મુકેશ પરમાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમનો દિકરો રવિ અને અન્ય 3 ઈસમો તેમની સાથે હતા. ગઈકાલે ફરીયાદીના બહેન ગીતાબેન દ્વારા પોલીસ પ્રશાસનને આવેદન આપી તમામ આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવાની માગ કરાઈ હતી.

મોડી રાત્રે કાનજી પરમાર અને અન્ય 4 આરોપીઓ હાજર નડિયાદ ટાઉન પોલીસ મથકે હાજર થયા હતા. વહેલી સવારે આરોપીઓએ નડિયાદ મામલતદાર સમક્ષ જામીન રજૂ કર્યા હતા. જામીન મંજૂર થતા પાંચેય આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા હતા. બીજીતરફ ઈજાગ્રસ્ત ફરીયાદીને આજે નડિયાદ સિવિલમાં રીફર કરાયો હોવાનું પણ જાણવા મળ્યુ છે, ત્યાંથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાય તેવી શક્યતાઓ છે. હવે સમગ્ર ઘટનામાં પોલીસ શું ભૂમિકા ભજવે છે, તે જોવુ રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...