તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં નડિયાદ કોરોનાનું હોટસ્પોટ, હોસ્પિટલો હાઉસફુલ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 27 કેસ, નડિયાદમાં જ 18 કેસ નોંધાયા

ખેડા જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક 27 પર પહોંચ્યો છે. જિલ્લામાં કુલ કોરોનાનો આંક 3744 પર પહોંચી ગયો છે. જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો આંક 97 પર પહોંચ્યો છે. નડિયાદ ગુરૂવારે પણ 18 કોરોના પોઝિટીવ દર્દીઓ સાથે હોટસ્પોટ બની રહ્યું છે. હાલમાં જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓનો આંક 97 પર પહોંચ્યો છે. જેમાં 65 દર્દીઓ હોમઆઇસોલેશનમાં છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 7 દર્દીઓમાંથી 2 દર્દી બાયપેપ અને 1 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. ગુરૂવારે વધુ 401 સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. જિલ્લામાં કુલ આંક 3744 પર પહોંચી ગયો છે.

સેવાલીયામાં 29મી માર્ચથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. ત્યારે સેવાલિયા પણ તેમાંથી બાકાત નથી. સેવાલીયામાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા હોવા છતાં સરકારી ચોપડે બોલતાં ન હોવાની સ્થિતી જોવા મળી રહી છે. કોરોના સંક્રમણની ગંભીરતાને લઇને સેવાલીયામાં 8 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો વેપારીઓ અને ગ્રામજનો દ્વારા નિર્ણય કર્યો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયામાં પણ કોરોના સંક્રમણ ગંભીર બન્યું છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 300થી પણ વધુ છે, પણ સરકારી ચોપડે માત્ર 7 જ દર્દી બતાવાયછે.

આ ઉપરાંત સરકારી દવાખાનામાં સારવાર લેવાની જગ્યાએ મોટાભાગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. નગરમાં કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને સંક્રમણ ચેઇનને તોડવા માટે સરપંચ, વેપારીઓ અને ગામના અગ્રણીઓ દ્વારા 8 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુરૂવારે સેવાલીયા (પાલી) ગ્રામ પંચાયત દ્વારા એક બેઠક યોજાઇ હતી. સેવાલિયામાં મુખ્ય બજાર હોવાથી તાલુકાભરમાંથી અને આજુબાજુના જિલ્લામાંથી ખરીદી કરવા માટે લોકો સેવાલિયા આવે છે. જેથી ધુળેટીથી 8 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનમાં સવારના 8 થી બપોરના 2 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે.

ખેડામાં હોળી પ્રગટાવજો પણ ટોળા ભેગા ન કરજો
ખેડા જિલ્લામાં હોળી ધુળેટી તહેવાર દરમિયાન જાહેર સ્થળોએ કે ધાર્મિક સ્થળોએ મેળાવડા યોજી શકાશે નહી કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ શકશે નહીં. આ અંગે કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મુક્યો છે. નડિયાદ સહિત જિલ્લામાં હોળી અને ધુળેટીમાં અમુક જગ્યાઓએ મેળાનું આયોજન પણ કરાતું હોય છે. પરંતુ હાલની કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં મેળા યોજવા કે મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરવાથી કોરોના સંક્રમણ બહોળા પ્રમાણમાં થવાની શકયાતાઓ છે.

તેને ધ્યાને રાખીને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ આઇ.કે.પટેલે 27મી માર્ચે રાત્રિના 12 વાગ્યાથી 29મી માર્ચ રાત્રીના 12 કલાક સુધી સમગ્ર ખેડા જિલ્લાના હદ વિસ્તારમાં હોળી-ઘુળેટી તહેવાર દરમિયાન જાહેર કે ધાર્મિક સ્થળોએ મેળાઓ યોજવા કે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આથી, હોળી-ધુળેટીના દિવસો દરમ્યાન જાહેરમાં ઉજવણી કે સામુહિક કાર્યક્રમો યોજી શકાશે નહી કે મંજૂરી આપી શકાશે નહીં.

અલબત્ત, અપવાદ રૂપે હોળીના તહેવારમાં પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળી પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધી પણ કરી શકાશે. પરંતુ હોળી દહન કાર્યક્મમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્‍તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો