તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Nadiad Attends Only 4 Calls A Day To 108 From Hospital Waiting; Looking Forward To A Pilot Service That Attends 72 Daily Calls In April

કોરોનાનો કહેર:નડિયાદ હોસ્પિટલના વેઈટીંગથી 108ને દિવસના માત્ર 4 કોલ અટેન્ડ કરે છે; એપ્રિલમાં દરરોજના 72 કોલ એટેન્ડ કરનાર પાયલોટો સેવા માટે તત્પર

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે સાથે 108ની કામગીરીમાં પણ વધારો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં થતી 108ની દોડાદોડ કોરોના કાળ દરમ્યાન વધી હોવાનું પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું હતુ. ખેડા જિલ્લા 108ના પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું હુત કે હાલના દિવસોમાં તેમની પાસે 16 એમ્બ્યુલન્સ છે. 1મેથી ‌સરકારે વધુ એક એમ્બ્યુલન્સ ફાળવી છે. સામાન્ય દિવસો દરમ્યાન 108ની ટીમને દરરોજના 60 થી 65 કોલ મળતા હતા. જે તમામ કોલ સહેલાઇથી અટેઇન થઇજતા હતા.

પરંતુ હાલની પરિસ્થિતિને કારણે હોસ્પિટલના બેડ ફુલ હોવથી વેઈટીંગના પગલે દિવસના 4થી 5 જ કોલ અેટેન્ડ કરી શકે છે. આમ 16 અેમ્બ્યુલન્સ 72 કોલ અેટેન્ડ કરે છે.પરંતુ કોરોના કાળ દરમ્યાન ખાસ કરીને કોરોનાની બીજી લહેર માં જે રીતે સંક્રમણ વધ્યું છે. આ કોલ પૈકી હરરોજ 70 થી 75 કેસો 108ની ટીમ હેન્ડલ કરી રહી છે. આમ 108ની દરેક ટીમ દિવસના 4.9 કોલ સંભાળી રહી છે. માત્ર એપ્રિલ માસ દરમ્યાન જ તેમની ટીમે 2,110 કોલ અટેઇન કર્યા હોવાનું તેઓએ જણાવ્યુ હતુ. જેના પરથી સમજી શકાય છેકે જિલ્લામાં કોરોનાની સ્થિતિ શું છે.

આ સ્થિતિને ટાળી શકાય તેમ છે, પરંતુ જો આપણે બધાજ સંયમ માં રહીસુ અને જરૂર વગર ઘરની બહાર નિકળવાનું ટાળીસુ, તો જ કોરોના સંક્રમણ ઘટી સકશે. સરકાર દ્વારા લોકડાઉન લાવવું પડે તેવી સ્થિતિ ઉભી ના કરવી હોય તો આપણે સૌ સંયમ માં રહીયે તે જરૂરી છે.

અમારી ટીમ દિવસ રાત જોયા વગર દોડે છેઃ સંદીપ ગઢવી
જિલ્લામાં જે મુજબની સ્થિતિ છે તેના કારણે 108ની ટીમ દિવસ રાત જોયા વગર દોડી રહી છે. એક દિવસમાં 70 થી 75 થી વધુ કોલ અટેઇન કરવા એટલે 16 એમ્બ્યુલન્સના ફાલે સરેરાશ 4.9 કોલ આવતા હોય છે. પરંતુ અમારી ટીમના દરેક પાયલોટ અને ઇએમટી ડોક્ટર સમય અને પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવામાં લાગેલા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...