બેન્કોની હડતાળ:બેન્કોના ખાનગીકરણના ખરડાના વિરોધમાં નડિયાદમાં હડતાળ, ક્લિયરિંગ સહિતની કામગીરી અને ટ્રાન્ઝેક્શન પર અસર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક ઓફ યુનિયને 16 અને 17 ડિસેમ્બરે હડતાળ પાડવાનો નિર્ણય લીધો
  • ખેડા જિલ્લાના અધિકારીઓ, બેન્ક કર્મીઓ યુનિયનના સમર્થનમાં હડતાળમાં જોડાયા
  • લેવડ-દેવડ, આર્થિક-નાણાંકીય​​​​​​​ વ્યવહારો, નાણાંની ચૂકવણી, દૈનિક રીકરીંગ સહિતની કામગીરી ખોરવાઈ

જાહેરક્ષેત્રની બેન્કોના ખાનગીકરણ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે તૈયારી બતાવી છે. જેના વિરોધમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક ઓફ યુનિયને આજે ગુરૂવારે અને આવતીકાલે શુક્રવારે એમ બે દિવસ હડતાળ પાડવાનો નિર્ણય લીધો છે. આથી ખેડા જિલ્લાની બેન્કો પણ આ હડતાળમાં શામેલ થઈ છે. જેથી આજે હડતાળના પહેલા દિવસે ક્લિયરિંગ સહિતની કામગીરી પર અને ટ્રાન્ઝેક્શન પર અસર પડી છે.

રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના ખરડા મામલે વિરોધના વંટોળ ઊભા થયા છે. જેથી યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને 16 અને 17મી ડિસેમ્બરે હડતાળ પાડવાનો નિર્ણય લીધો છે. આ ખરડો શિયાળુ સત્રમાં લાવવામાં આવી રહ્યો છે, જે રજૂ ન કરવા બેઠક પણ મળી હતી જે નિષ્ફળ નીવડતાં અંતે બે દિવસની હડતાળનું શસ્ત્ર બેન્કોએ ઉગામ્યું છે, જેમાં બેન્કોના અધિકારી-કર્મચારીઓ જોડાયા છે. આ હડતાળમાં ખેડા જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેન્કો પણ જોડાઈ છે. જેના પગલે જિલ્લામાં ક્લિયરિંગ સહિતની કામગીરી પર અસર થતાં કરોડોનું ટ્રાન્ઝેક્શન ખોરવાયું હોવાની શક્યતા છે.

ખેડા

જિલ્લાના અધિકારીઓ, બેન્ક કર્મીઓ યુનિયનના સમર્થનમાં હડતાળમાં જોડાયા છે. જેના કારણે લેવડ-દેવડ, આર્થિક અને નાણાંકીય વ્યવહારો, પેન્શનરોને નાણાંની ચૂકવણી, દૈનિક રીકરીંગ, ચેક ક્લિયરિંગ સહિતની કામગીરી ખોરવાઈ ગઈ છે. વડામથક નડિયાદમાં સ્ટેશન રોડ પર આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મીઓએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

બે દિવસની હડતાળના પગલે ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં એક બાજુ લગ્ન સિઝન પૂરબહારમાં ખીલી છે અને ચૂંટણીનો માહોલ પણ છે. તેવામાં બેન્કોની બે દિવસની હડતાળથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...