એક્ટીવા ચોર ઝડપાયો:નડિયાદ પોલીસે ચોરીના એક્ટીવા સાથે એક શખ્સ ઝડપ્યો, મણીનગર અને ખોખરાથી બે એક્ટીવાની ઉઠાંતરીની કરી કબૂલાત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ નડિયાદના અને અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા શખ્સે કર્યા હતા બે એક્ટીવા ચોરી
  • નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી

નડિયાદ શહેર પોલીસે વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. અમદાવાદના બે જુદા-જુદા વિસ્તારોમાં બે દ્વિચક્રી વાહનોની ઉઠાંતરીના બનાવનો પર્દાફાશ થયો હતો. ટાઉન પોલીસે શહેરમાંથી ચોરીના બે એક્ટીવા સાથે એક ઈસમને દબોચી લીધો હતો.

નડિયાદ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમના માણસો દિવાળી તહેવારને લઈને પેટ્રોલિંગમાં હતા, એ દરમિયાન બાતમીના આધારે નડિયાદના સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાસેથી એક એક્ટીવા ચાલકને પકડ્યો હતો. પોલીસે તેની પાસે વાહનના કાગળો માંગતા ચાલક ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. આથી પોલીસને શંકા જતાં તેમણે પુછપરછ આદરી હતી. જેમાં ચાલકે પોતાનું નામ સમીરખાન ફારૂકખાન પઠાણ (મુળ રહે. નડિયાદ, શાકમાર્કેટ પાસે, હાલ રહે. મણીનગર બસ સ્ટેન્ડ પાસે, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. વધુમાં ઉપરોક્ત એક્ટીવા ચોરીનું હોવાની કબૂલાત કરતાં પોલીસે તપાસ આદરી હતી. જેમાં વધુ એક એક્ટીવાની રીકવરી કરવામાં પોલીસને સફળતા મળી હતી. આ બંન્ને વાહનો પૈકી એક અમદાવાદના ખોખરા અને અન્ય મણીનગર વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કેફિયત આરોપીએ પોલીસને આપી હતી. આથી પોલીસે આ અંગે આરોપી સમીરખાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...