રમઝાન ઈદ:ખેડા જિલ્લામાં મુસ્લિમ બિરાદરો ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી, ઈદની નમાઝ બાદ એકબીજાને ઇદની મુબારક પાઠવી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની વિવિધ મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો દસ દિવસ બેસીને આ પ્રકારની ઇબાદત પણ કરી હતી

નડિયાદ સહિત જિલ્લામાં મંગળવારના રોજ રમજાન ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી છે. સવારે ઈદની નમાઝ બાદ એકબીજાને ઈદ મુબારક પાઠવી મુસ્લિમ બિરાદરો રમજાન ઈદની ઉજવણી કરી છે.

ખેડા જિલ્લાના મુસ્લિમ બિરાદરો રમઝાન માસની શરૂઆતથી જ ઇબાદતમાં લાગી ગયા હતા. રોજા રાખી મસ્જિદમાં ઇબાદત કરતા હતા સખત તાપ હોય ઘણા મુસ્લિમ બિરાદરોને પોતાના કામ ધંધામાંથી રજા મૂકી હતી અને આખો દિવસ ઇબાદતમાં ગુજારતા હતા રમજાન માસના આખરી દસ દિવસ મસ્જિદમાં અતેકાફ કરી ઇબાદત કરવાનો મહિમા હોય છે. જિલ્લાની વિવિધ મસ્જિદમાં મુસ્લિમ બિરાદરો દસ દિવસ બેસીને આ પ્રકારની ઇબાદત પણ કરી હતી.

મંગળવારે ઈદ-ઉલ-ફિત્ર હોય મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં ભારે ભીડ પણ ઈદના પૂર્વ દિવસે જોવા મળતી હતી. ઈદના દિવસે વિવિધ મસ્જીદ, ઈદગાહમાં જઈ મુસ્લિમ બિરાદરોને ઇદની નમાઝ અદા કરી હતી અને બાદમાં એકબીજાને ભેટીને ઈદ-ઉલ-ફિત્રની મુબારક પાઠવી છે. છેલ્લા બે વરસથી કોરોનાની મહામારી હોય ઇદના તહેવારની ઉજવણી ફીકી હતી. પરંતુ આ વર્ષે ભારે ઉત્સાહથી ઉજવણી થઇ છે. નડિયાદ શહેરમાં શહેર કાજી સૈયદ અબ્દુલહૈઇ બીસ્મીલ્લાહુમીય કાદરી દ્વારા નડિયાદમાં ઈદ-ઉલ-ફિત્રની નમાજ ઈદના દિવસે અમદાવાદી દરવાજા બહાર આવેલ શાહિ ઈદગાહમાં નમાઝ પઢવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...