તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોન્ટેડ:હત્યાના કેસમાં સજા કાપતો આરોપી વચ ગાળાના જામીન મેળવી ફરાર, વડોદરા મધ્યસ્થ જેલમાં હાજર નહી થતાં ફરિયાદ થઇ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ પોતાની પુત્રીના લગ્ન હોવાથી વચ ગાળાના જામીન મેળવી હાજર ના થયો

ખેડા જિલ્લાના મહુધા ખાતે રહેતો અને વડોદરાની મધ્યસ્થ જેલમાં હત્યાની સજા કાપતો પાકા કામનો કેદી વચ ગાળાના જામીન મેળવી બહાર આવ્યો હતો. પુત્રીના લગ્નનું કારણ દર્શાવી 6 દિવસ માટે બહાર આવ્યો હતો. પરંતુ તે બાદ આ આરોપી પરત જેલમાં હાજર નહી થતાં આ અંગેની ફરિયાદ મહુધા પોલીસ મથકે નોંધાઈ જવા પામી છે.

આરોપી વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા કાપતો હતો

મહુધા શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલા નડિયાદી ભાગોળ વિસ્તારમાં રહેતો રીયાજહુસેન સરફુમીયા બીન દહોતમીયા વિરુદ્ધ વર્ષ 2014માં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે બાબતે 30 ડીસેમ્બર 2017માં આ કેસનો ચુકાદો અપાયો અને તેમાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપી રીયાજહુસેનને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. જેથી આરોપી વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા કાપતો હતો.

પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

ગયા મહિનાની 29 મે ના રોજ રીયાજહુસેનની પુત્રીના લગ્ન હોવાથી આરોપીએ 28મે થી છ દિવસ સુધી વચ ગાળાના જામીન માંગ્યા હતા. જેથી આ પાકા કામના કેદીને નામદાર હાઇકોર્ટે છ દિવસના જામીન પર મુક્ત કર્યો હતો. 4 જૂન આરોપી રીયાજહુસેનને વડોદરા જેલમાં હાજર થવાનું ફરમાન હતું. પરંતુ આરોપી હાજર થયો જ નહી. આજ દિન સુધી આરોપી રીયાજહુસેન હાજર નહી થતાં આ અંગે તેના વતન મહુધા ખાતેના પોલીસ મથકે રીયાજહુસેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આઈપીસી 51-A, 51-B મુજબનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...