તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇમાનદારી:બિનવારસી બેગમાંથી મળેલ મુદ્દામાલ મૂળ માલિકને સુપ્રત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્યુમેન્ટના આધારે સંપર્ક કર્યો હતો

ઠાસરા પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી છે. પોલીસ ડાકોર-કપડવંજ રોડ પર પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મુળીયાદ ગામ નજીક રોડ પરથી બિનવારસી હાલતમાં બેગ મળી હતી. પોલીસે બેગ લઈ તેની સાવચેતી પૂર્વક તપાસ કરતા તેમાં રોકડ રકમ, ચેકબુક, પાસબુક, એ.ટી.એમ. સહીત જરૂરી દસ્તાવેજો મળી આવ્યા હતા.

વધુ મળતી માહિતી મુજબ ઠાસરા પોલીસે ડોક્યુમેન્ટના આધારે તે ઠાસરા પોલીસ હદમાં રહેતા નરસીંભાઈ પટેલની હોવાથી તેમનો સંપર્ક કર્યો હતો. જેથી નરસીંહભાઈ બેંકમાં કામ માટે મુગટપુરાથી ડાકોર જતા હતા, તે સમયે રસ્તામાં બેગ પડી ગઈ હોય, તેમણે શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બેગ મળી ન હતી. આ અંગે પોલીસે તેમને બોલાવી સામગ્રી ચકાસીને તેમને બેગ સોંપી હતી. જેથી નરસીંભાઈએ ઠાસરા અને ખેડા જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...