તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ખેડા જિલ્લાના સાસંદ દેવુસિંહ ચૌહાણનો કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ થતાં ખેડા જિલ્લામાં આનંદ છવાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાસંદ દેવુસિંહ ચૌહાણ - Divya Bhaskar
સાસંદ દેવુસિંહ ચૌહાણ
  • સાંજે 6 વાગ્યે દિલ્હીમાં શપથ લીધા તે સમયે નડિયાદમાં તેમના ચાહકોએ ફટાકડા ફોડ્યા

ખેડા જિલ્લામાં સતત બે ટર્મથી ચૂંટાઈ આવતાં સાસંદ દેવુસિંહ ચૌહાણને આજે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લા તેમજ ચરોતરમાં આનંદ છવાયો છે. નડિયાદ સ્થિત તેમની સાસંદ સુવિધા કેન્દ્ર ખાતે પણ અનેક લોકો ઉમટી પડ્યા હતા.

ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નાનકડા ગામ નવાગામના મુળ વતની દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણ છેલ્લા બે ટર્મથી ખેડા લોકસભાના સાસંદ તરીકે ચૂંટાઈ આવે છે. આ તેમની બીજી ટર્મ ચાલુ છે. આજે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી પદ મળતાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઉત્સાહ જોવા મળ્યો છે. આ સાથે નવ નિયુક્ત મંત્રીએ બુધવારે સાંજે 6 વાગ્યે દિલ્હીમાં શપથ લીધા તેજ સમયે નડિયાદમાં તેમના ચાહકોએ બરાબર 6ના ટકોરે ફટાકડા ફોડ્યા છે. શહેરના સંતરામ ટાવર પાસે ભવ્ય આતશબાજી સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ સાથે ભારતીય જનતા પાર્ટી ખેડા જ્લ્લામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

દેવુસિંહ ચૌહાણના પિતા જેસીંગભાઈ ચૌહાણ પણ તેમના સમાજના આગળ પડતાં આગેવાન હતા. જે ગુણો તેમના પિતામાં હતા તે તમામ ગુણો દેવુસિંહને વારસામાં મળ્યા છે. અને તેમના કારણે જ તેમની આ પ્રગતિ થઈ રહી હોવાનું તેમના સમર્થકો જણાવી રહ્યા છે.

દેવુસિંહ ચૌહાણે યુવાનીમાં જ રાજકારણમાં ઝંપલાવ્યું હતું. વર્ષો પહેલાં ખેડા તાલુકાના કલમબંધી ગામો જેમાં 11થી વધુ ગામોનો સમાવેશ થાય છે. અહીંયા અમદાવાદની વટવા જીઆઈડીસી દ્વારા કેનાલમાં દૂષિત પાણી છોડાતાં ખેડૂતોના હિતમાં તેમના પ્રશ્ન અંગે યુવા દેવુસિંહ ચૌહાણે આંદોલન છેડ્યું હતું. અને ત્યાર બાદ ધીમે ધીમે રાજકારણમાં આગળ ડગ માંડ્યા હતા.

નડિયાદ સંતરામ ટાવર પાસે આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ, જિલ્‍લા ભાજપ પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહામંત્રી વિપુલ પટેલ, પ્રદેશ મંત્રી જહાંન્વીબેન વ્યાસ,મહામંત્રી વિકાસભાઈ શાહ, ઉપપ્રમુખ રાજન દેસાઈ નગરપાલિકા પ્રમુખ રંજનબેન સહિત જિલ્લાના, શહેરના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નડિયાદ સંતરામ ટાવર પાસે આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ, જિલ્‍લા ભાજપ પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મહામંત્રી વિપુલ પટેલ, પ્રદેશ મંત્રી જહાંન્વીબેન વ્યાસ,મહામંત્રી વિકાસભાઈ શાહ, ઉપપ્રમુખ રાજન દેસાઈ નગરપાલિકા પ્રમુખ રંજનબેન સહિત જિલ્લાના, શહેરના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મનમોહનની સરકારમાં ખેડા જિલ્લાના દિનશા પટેલને કેન્દ્રીય મંત્રીનું પ્રતિનિધિત્વ મળ્યું હતું. જે બાદ મોદીની સરકારમાં કેન્દ્રીય મંત્રી મંડળમાં વધુ એક વખત ખેડા જિલ્લાના દેવુસિંહ ચૌહાણને મંત્રી પદ ફાળે ગયું છે. આમ સતત બીજી વખત ખેડા જિલ્લાના અગ્રણી નેતાઓ કેન્દ્રમાં સ્થાન મળતાં આ એક રાજકીય રીતે ગૌરવની બાબત કહી શકાય છે.

દેવુસિંહ ચૌહાણની કારકિર્દી પર ટૂંકી નજર કરીએ

વર્ષ 1989થી 2002 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જીનીયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ.

વર્ષ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા. વર્ષ 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયા. વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી.

વર્ષ 2016ના અંતમાં બ્રિટીશ હાઈ કમિશનર દ્વારા કિંગ્સ કોલેજ, લંડન ખાતે ટુંકા અભ્યાસ માટે પસંદગી થઈ. વર્ષ 2019માં પુનઃ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચુંટાયા. આ ઉપરાંત વર્ષ 2015થી વોટર રીસોર્સ કમિટી, આઈ.ટી. કમિટીના સભ્યપદે રહ્યા અને હાલમાં સ્ટેન્ડીંગ કમિટી ઓન ડીફેન્સ, કન્સ્લટેટીવ કમિટી–મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે કાર્યરત છે અનેક જીલ્લા અને અન્ય રાજયોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી રહેલા આ ખંતીલા નેતાને કેન્દ્રમાં મંત્રી પદ મળતા નડિયાદ સહિત સમગ્ર ચરોતરનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...