કાર્યવાહી:છીપડીમાં વિદેશી દારૂ સાથે માતા ઝડપાઇ, પુત્ર ફરાર

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ટીમે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

કઠલાલ સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે સમયે બાતમી મળી હતી કે છીપડી ગામમાં રહેતા અનોપસિંહ ઝાલા વિદેશી દારૂની બોટલો તેના ઘર પાછળ આવેલા બાથરૂમમાં સંતાડી રાખી છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ પાડતા એક મહિલા બાથરૂમમાં મીણીયાની થેલીમાં કંઇક સંતાડી રહી છે.

જેથી પોલીસ ટીમે મહિલાને રાઉન્ડઅપ કરી તલાસી લેતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ ટીમે વિદેશી દારૂ બોટલ નંગ-24 કિ.રૂ.12 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે મહિલાની પૂછપરછ કરતા વિદેશી દારૂ તેમનો દિકરો અનોપ બાબરભાઇ ઝાલા મૂકી ગયો હોવાનું જણાવ્યુ હતુ. આ બનાવ અંગે કઠલાલ પોલીસે માતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...