મતદારોનું ખેડાણ:ખેડા જિલ્લાની 417 ગ્રામ પંચાયતમાં અંદાજે 82 ટકાથી વધુ શાંતિપૂર્ણ મતદાન : 2016ની સરખામણીએ 12% વધુ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કપડવંજ તાલુકાના તેલનાર ગામે મહિલાઓમાં મતદાન કરવાની ઉત્સુકતા - Divya Bhaskar
કપડવંજ તાલુકાના તેલનાર ગામે મહિલાઓમાં મતદાન કરવાની ઉત્સુકતા
  • લહેર: સવારથી જ મતદાન મથકો બહાર મતદાતાની લાઇનો લાગી, સૌથી વધુ મતદાન કપડવંજ તાલુકામાં, મંગળવારે પરિણામ

ખેડા જિલ્લામાં 417 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે યોજાયેલ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ગત વર્ષે નોંધાયેલ 70 ટકા જેટલા મતદાન સામે આ વર્ષે 82 ટકા નોંધાયાનો અંદાજ છે. સાંજે 5 વાગ્યા સુધી તમામ 10 તાલુકામાં 77 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં છેલ્લા એક કલાકમાં 5 ટકા જેટલો વધારો થયો હોવાનું ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન આગામી 21 તારીખને મંગળવારે તમામ 10 તાલુકા મથકે મતગણતરી હાથ ધરાવા સાથે ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

વાંસખીલિયા
વાંસખીલિયા

નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, કઠલાલ, મહુધા, કપડવંજ, ગળતેશ્વર, ઠાસરા, વસો અને મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સામાન્ય અનિચ્છનિય બનાવને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ રીતે કામગીરી સંપન્ન થતાં તંત્રએ હાશકારો લીધો હતો. કપડવંજ તાલુકામાં સૌથી વધુ 85 ટકા જેટલું મતદાન થયાનો અંદાજ છે. જોકે, ટકાવારીની સમગ્ર સ્થિતિ આવતીકાલે સ્પષ્ટ થશે.

ઊતરસંડા
ઊતરસંડા

જિલ્લા મથક નડિયાદની વાત કરીયે તો ઉત્તરસંડા, વડતાલ અને કમળા જેવા મોટા ગામોમાં સવારથી મતદારો બહાર નીકળ્યા હોઈ મતદાનમાં ઉછાળો નોંધાયો હતો. કપડવંજ તાલુકામાં પણ ઘડીયા, મોટીઝેર, આતરસુંબા જેવા મોટા ગામોના મતદારોએ મતદાન કરવા માટે જોરદાર રસ દાખવ્યો હતો.

તો તાલુકા મથક માતરમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી હોઈ મતદાન કેન્દ્રો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ખેડા તાલુકાના ગામડાઓમાં મહિલાઓ અને પુરુષોની લાંબી લાંબી લાઈનો મતદારોમાં આવે જાગ્રૃતતાનું ચિત્ર દર્શાવ્યું હતુ. જિલ્લાના કઠલાલ, મહુધા, ઠાસરા, સેવાલીયા પંથકની ગ્રામ પંચાયતોમાં પણ મોટી માત્રામાં મતદાન થયું છે. જિલ્લામાં સૌથી વધુ મતદાન કપડવંજ તાલુકામાં જ્યારે સૌથી ઓછુ મતદાન વસો તાલુકામાં સરેરાશ 74.98 ટકા નોંધાયું છે.

લોકશાહીની ઊંચાઇ​​​​​
આણંદના વાંસખીલિયાની દિવ્યાંગ રહીદાબાનુએ શારિરીક તકલીફને અવગણી સવારના સમયે જ મતદાન કરી મતદાર તરીકેની પવિત્ર ફરજ બજાવી હતી બીજી બાજુ નડિયાદના ઊતરસંડામાં ગાયે ગોથુ મારતા હાથ ફ્રેકચર થયું હોવા છતાં મહિલા કર્મચારીએ મતદાનના દિવસે ફરજ નિભાવી હતી.

તાલુકોસરપંચમતદારોની સંખ્યા

મતદાન કરેલ મતદારોની સંખ્યા

ટકાવારી
પુરુષસ્ત્રીકુલપુરુષસ્ત્રીકુલપુરુષસ્ત્રીકુલ
નડિયાદ488967683216172892649745919712417172.4571.1471.82
માતર3237293350387233128691262035489476.9374.7875.89
ખેડા2730300286125891223601218614546277.8976.4177.17
મહેમદાવાદ597715673127150283612525434511559779.3974.3276.92
મહુધા3639246367907603630616274805809678.0174.6976.41
કઠલાલ466434961547125896535775065710423483.2682.3182.79
કપડવંજ938461379146163759679096381213172180.2680.6385.11
ઠાસરા4440030372797730932097303066240380.1881.380.72
ગળતેશ્વર1818636175203615614414132472766177.3475.6179
વસો1425249237914902018086162173430371.6368.2269.98
કુલ41750654847604698259439521736332575854278.0276.3280

ઉપરોક્ત આંકડાકિય માહિતી સાંજે 5 વાગ્યા સુધીની છે.

2016માં 69.46 ટકા મતદાન થયું હતું

તાલુકો

સરેરાશ

ગળેતશ્વર80.93
કપડવંજ86.15
કઠલાલ83.38
ખેડા85.44
મુહધા81.03
માતર44.38
મહેમદાવાદ84.44
ઠાસરા83.83
વસો10.01
કુલ69.46

​​​​​​​

મંગળવારે તાલુકાના કેન્દ્રો પર મતગણતરી થશે

તાલુકો

ગણતરીનું સ્થળ

નડિયાદ

બાસુદીવાલા હાઈસ્કૂલ

માતર

એન. સી. પરીખ હાઈસ્કૂલ

ખેડા

એચ.એન્ડ.ડી. પારેખ હાઈસ્કૂલ

મહેમદાવાદ

શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ

મહુધા

MD શાહ કૉમર્સ કોલેજ

કઠલાલ

શેઠ એમ.આર. હાઈસ્કૂલ

કપડવંજ

શેઠ એમ. પી. મ્યુનિ. હાઈસ્કૂલ

ઠાસરા

ભવન્સ કોલેજ

ગળતેશ્વર

ધી મોર્ડન હાઈસ્કૂલ, સેવાલિયા

વસો

એ.જે. હાઈસ્કૂલ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...