તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમગ્ર રાજ્યમાં ઘરફોડ ચોરીના બનાવો વ્યાપક પ્રમાણમાં બની રહ્યા છે. ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આજે રાજ્યમાં 75થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને નડિયાદની પીપલગ ચોકડી પાસેથી ઝડપી લીધો છે. આરોપી પાસેથી રૂપિયા 16.42 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા કબજે કરાયા છે. આ સોના-ચાંદીના દાગીનાઓની થોડા દિવસ પહેલાં જ કચ્છ પૂર્વ અંજાર પંથકમાંથી ચોરી કર્યાની કબૂલાત આરોપીએ કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી અંજાર પોલીસને સોંપ્યો છે.
કાર રોકીને LCBએ શંકાને આધારે તલાસી લેતાં દાગીના મળ્યા
નડિયાદના પીપલગ ચોકડી પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શંકાના આધારે ત્યાંથી પસાર થતી વેગેનાર ગાડી નં. જી. જે. 23 એ. 5660ને અટકાવી હતી. ચાલકનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ જયેશ ઉર્ફે રાજુ મોહન પટેલ (રહે.પેટલાદ, ગોપાલપુરા - મૂળ હજીરાધારા, અમરેલી) હોવાનું જણાવ્યું હતું. શંકા જતાં પોલીસે જયેશની તલાસી લીધી હતી. દરમિયાન કિંમત રૂ. 16,42,512ના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. પોલીસે આ તમામ દાગીનાઓના પુરાવા માગતાં આરોપી જયેશ ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો, આથી પોલીસે આરોપીની અટકાયત કરી હતી. આરોપી પાસેથી ઉપરોક્ત દાગીના સિવાય રોકડ રૂપિયા 15,000 તથા એક મોબાઇલ અને ગાડી કબજે કરી કુલ રૂપિયા 17,62,512ના મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પોલીસની પૂછપરછમાં ચોરે અંજારના મેઘપરબોરિચામાં ચોરી કરી હોવાનું કબૂલ્યું
પૂછપરછમાં આ દાગીનાની ચોરી આશરે પાંચ દિવસ અગાઉ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના મેઘપરબોરિયા ગામેથી કરી હોવાનું આરોપીએ કબૂલ્યું છે. આ વિસ્તારના ઓધવ રેસિડેન્સીમાં આવેલી એક બંધ મકાનનો નકૂચો તોડી ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી અંજાર પોલીસને સોંપ્યો છે.
આરોપી જયેશનો ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલા આરોપી જયેશે ભૂતકાળમાં 75થી વધુ ઘરફોડ ચોરી આચરી અને એમાં પકડાયેલો હોવાનું ખૂલ્યું છે, જેમાં નડિયાદ, અમરેલી, સુરત, કચ્છ પૂર્વ, ભાવનગર, આણંદ, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા છત્તીસગઢના રાયપુરનો સમાવેશ થાય છે.
આરોપીની ચોરી કરવાની થિયરી
આરોપી જયેશ ધોળા દિવસે ચોરીને અંજામ આપતો હતો. તે પોતાની કાર લઇને સોસાયટીઓમાં ફરે અને જે બંધ મકાન દેખાય એની રેકી કરી ત્રણથી ચાર વખત મકાન બંધની ખાતરી મળ્યા બાદ ચોરીનો મનસૂબો પાર પાડતો હતો. પોલીસની તપાસમાં તેની કોઈ ચોરી રાતની ન હોવાનુ ખૂલ્યું છે. ધોળા દિવસે તસ્કરી કર્યા બાદ ફરાર થઈ જતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.