તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારોની અસર વર્તાઈ:ખેડા-આણંદના 10 ડેપો પર 7 લાખથી વધુની આવક થઈ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન વ્યવહાર બંધ
  • ખેડામાં 175 ટ્રીપમાં 5.33, આણંદમાં 72 ટ્રીપમાં કુલ 1.75 લાખની આવક થઈ

નડિયાદ ડેપો અંતર્ગત આવતા ખેડા અને આણંદ જિલ્લાના 11 પૈકીના 10 ડેપો પર જન્માષ્ટમી નિમિત્તે એસ. ટી. પ્રશાસને વિશેષ બસો દોડાવી હતી. માતરને બાદ કરતા તમામ ડેપો પર મોટી સંખ્યામાં વિશેષ ટ્રીપોનું આયોજન કરાયુ હતુ. જેમાં જુદા-જુદા ધર્મ સ્થાનો અને જિલ્લાઓ તરફ જવા માટે બસ મૂકવામાં આવી હતી. અગાઉ એસ. ટી. પ્રશાસન બંને જિલ્લામાં મળી કુલ 125 જેટલી વધુ બસો દોડાવવા માટે તૈયારી કરી હતી. પરંતુ કોરોના કાળ અને મંદીના કારણે ઓછા મુસાફરો મળતા 50 જેટલી એકસ્ટ્રા બસો દોડાવાઈ છે.

જન્માષ્ટમી નિમિત્તે નડિયાદ ડિવિઝનના તમામ ડેપો પરથી સૌરાષ્ટ્ર, દાહોદ-ઝાલોદ, ડાકોર-વડતાલ અને દ્વારકા સહિતના ધર્મ સ્થાનો પર બસો દોડાવાઈ હતી. કુલ 247 જેટલી ટ્રીપમાં નડિયાદ એસ. ટી. ડિવિઝનને 7,09,038 રૂપિયા આવક રળી છે. ખેડા જિલ્લામાં બાલાસિનોર સહિતના 7 ડેપોમાં 175 ટ્રીપો થઈ છે. જેમાં 5.33 લાખની આવક થઈ છે. જ્યારે આણંદ જિલ્લાના 4 ડેપોમાં 72 ટ્રીપોમાં 1.75 લાખ રૂપિયાની આવક થઈ છે. અગાઉ રક્ષાબંધન નિમિત્તે મોટી સંખ્યામાં એક્સ્ટ્રા બસો મુકાઈ હતી. જેમાં 20 લાખ કરતા વધુ રૂપિયાની આ‌વક થઈ હતી.

ડેપો દીઠ એક્સ્ટ્રા ટ્રીપ અને થયેલી આવક

ડેપોટ્રીપઆવક
નડિયાદ2874,214
કપડવંજ451,75,222
મહુધા441,40,157
ખેડા4381,022
ડાકોર112,93,77
માતર00
બાલાસિનોર433,371
પેટલાદ451,12,032
આણંદ1120,483
બોરસદ612,439
ખંભાત1030,721

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...