રોગચાળો:જિલ્લામાં 15 દિવસમાં ડેન્ગ્યુના 60 થી વધુ કેસ : આજે વધુ 3 દર્દી

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા15 દિવસમાં ચિકનગુનિયાના 4 દર્દી નોંધાયા

ખેડા જિલ્લામાં રોગચાળા સંદર્ભે ભાદરવો ભારે રહ્યો છે. 15 દિવસમાં ડેન્ગ્યુના 60થી વધારે દર્દી નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાના 4 કેસ સામે આવ્યા છે. સિઝનલ બિમારીઓએ નડિયાદ શહેરમાં સૌથી વધુ પકડ જમાવી છે. અન્ય તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘેર-ઘેર માંદગી જોવા મળી રહી છે. ખેડા જિલ્લામાં ડેન્ગ્યુના કેસોની રફ્તાર હજુ સમી નથી. રોજ નવા વિસ્તારો ડેન્ગ્યુની બિમારીમાં સપડાઈ રહ્યા છે. તેમાંય ખાસ કરીને નડિયાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

શહેરના પીજ રોડ, મીશન રોડ, પવનચક્કી રોડ, વ્હોરવાડ, મરીડા ભાગોળ, સલુણ બજાર, ચકલાસી ભાગોળ, વાણીયાવાડ સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસ દરમિયાન ડેન્ગ્યુના 60થી વધારે કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે ખાનગી ક્લિનિક અને હોસ્પિટલોમાં પણ મોટાપાયે ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ દૈનિક 80થી વધુ ઓપીડી થઈ રહી છે. જેમાં વાઈરલ ફીવરના દર્દીઓ તાવ, શરદી અને માથાની ફરીયાદ સાથે દવા કરાવી રહ્યા છે.

ખેડા જિલ્લાના જુદા-જુદા ત્રણ ગામોમાં આજે ડેન્ગ્યુના નવા ત્રણ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ ફોગીંગ, ક્લોરીનેશન અને સર્વેલન્સની મોટા પાયે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ડ્રાઇવ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં ઘેરઘેર ચેકીંગ કરીને મચ્છરના પોરા ધરાવતા વાસણોનો નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...