તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ખેડામાં સતત 10મા દિ’એ 25થી વધુ કેસ, નડિયાદ શહેરમાં કોરોના બેકાબુ બનતા વધુ 6 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં કોરોના સ્થિતી ગંભીર બનતી જઇ રહી છે. રવિવારે સૌથી વધુ 8 પોઝિટીવ દર્દીઓ મહેમદાવાદમાં મળી આવ્યા છે. જ્યારે લાંબા સમયથી હોટસ્પોટ બનેલા નડિયાદમાં 6 દર્દી નોંધાયા છે. આ ઉપરાંત કઠલાલ, મહુધા, ઠાસરા અને કપડવંજમાં પણ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંક 3831 પર પહોંચ્યો છે.

જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, નડિયાદ શહેરના સિવિલ રોડ ઉપર રહેતા સુયેશ બંગ્લોઝમાં રહેતા 36 વર્ષના યુવક, મિશન રોડ ઉપર આવેલા આનંદ નગરમાં રહેતા 23 વર્ષના યુવક, જિલ્લા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતા 47 વર્ષના મહિલા, પીજ ભાગોળ વ્યાસ ફળિયામાં રહેતા 71 વર્ષના વૃધ્ધા, પવનચક્કી રોડ ઉપર આવેલી મધર મેરી પાર્ક સોસા.માં રહેતા 44 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામની સારવાર શરૂ કરવામાં આવી છે.

હાલમાં જિલ્લામાં એક્ટિવ દર્દીઓનો કુલ આંક 106 પર પહોંચી ગયો છે. જેમાં નડિયાદ સિવિલ હોસ્પિ.માં સારવાર લઇ રહેલા 1 દર્દી વેન્ટિલેટર પર અને 3 દર્દી બાયપેપ સપોર્ટ પર છે. જિલ્લામાં હોમઆઇસોલેશનમાં 56 દર્દીઓ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓનો આંક 14 છે. રવિવારે વધુ 219 સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

તાલુકામાં 20 કોરોના દર્દીઓ નોંધાયા
ઠાસરા તાલુકાના નાગરવાડીમાં રહેતા 60 વર્ષના મહિલા, ડાકોરમાં તારાભાઇનો બાગમાં રહેતા 45 વર્ષના મહિલા, મહુધા તાલુકાના નંદગામમાં રહેતા 38 વર્ષના આધેડ અને 24 વર્ષના યુવક, કડીના પ્રજાપતિવાસમાં રહેતા 56 વર્ષના મહિલા, વડથલના લક્ષ્મીપુરામાં રહેતા 30 વર્ષના યુવક, મહેમદાવાદ તાલુકાના સરસવણીમાં શર્માફળીમાં રહેતા 23 વર્ષના યુવક, 50 વર્ષના આધેડ, 52 વર્ષના મહિલા તેમજ 20 વર્ષના યુવક, તેમજ ચારણના મુવાડામાં રહેતા 64 વર્ષના વૃધ્ધા, 55 વર્ષના મહિલા, 43 વર્ષના યુવક, સિંહુજમાં રહેતા 50 વર્ષના મહિલા, કઠલાલ તાલુકાના લસુન્દ્રામાં રહેતા 15 વર્ષના કિશોર, ભાવસારવાડમાં રહેતા 30 વર્ષના યુવક, વિમલ પાર્ક સોસાયટીમાં રહેતા 56 વર્ષના આધેડ, 27 વર્ષના મહિલા અને 52 વર્ષના મહિલા તેમજ કેરીઆવીમાં રહેતા 73 વર્ષના વૃધ્ધ કોરોનામાં સપડાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો