તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નડિયાદ-આણંદમાં તહેવારોમાં ડેપો દીઠ 10થી વધુ બસ દોડાવાશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છઠ-સાતમ અને આઠમે 115 બસોનો વધારો કરાશે

નડિયાદ ડેપો અંતર્ગત આવતા આણંદ અને ખેડા જિલ્લાના તમામ ડેપોમાં છઠ, સાતમ અને આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં બસો દોડાવાની તૈયારીઓ કરાઇ છે.આ ત્રણ દિવસ દરમિયાન નડિયાદના દરેક ડેપો પર 7થી 8 જ્યારે આણંદના ચાર ડેપો પર 10થી 15 બસો દોડાવાશે. રક્ષાબંધન નિમિત્તે માત્ર 24 જેટલી બસો દોડાવી એસ. ટી. વિભાગે 20 લાખ રૂપિયાની આવક રળી લીધી હતી. આ વખતે દરેક ડેપો દીઠ ચારથી પાંચ લાખ રૂપિયા વધુ આવક થઈ હતી.

ત્યારે આગામી ત્રણ દિવસ સળંગ તહેવારો હોવાથી 115 જેટલી બસો વધે તો અંદાજીત 60થી 70 લાખની આવક વધુ મળે તેવી શક્યતાઓ છે. કોરોના મહામારીના કારણે એસ. ટી. વિભાગની આવક ઘટી ગઇ હતી. ત્યાં જૂન માસ બાદ કોરોનાની ગતિ ધીમી પડતા એસ. ટી. ફરી શરૂ થઈ છે. તેમાંય ખાસ કરીને હવે તહેવારોનો ભરમાર રહેવાનો હોય, આગામી દિવસોમાં બસો વધારીને એસ. ટી. વિભાગ ફરીથી બેઠુ થવા મથામણ કરશે.

આણંદ ડેપો અંતર્ગત આગામી ત્રણ દિવસોમાં મુખ્ય આણંદ ડેપોમાં 15 બસો વધારાઈ છે. જ્યારે ખભાત, બોરસદ અને પેટલાદમાં 10-10 એમ ચારેય ડેપોમાં મળી 45 જેટલી બસો વધારાઈ છે. જ્યારે નડિયાદ ડેપો અંતર્ગતના પેટા ડેપોમાં દરેક ડેપો પર 7થી 8 એમ કુલ મળી 70 જેટલી બસો વધારાઈ છે.

અન્ય સમાચારો પણ છે...