તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારને ટિકીટ નહીં:કપડવંજ, કઠલાલ અને કંજણરી નગર પાલિકામાં ક્ષત્રિય સમાજને વધુ બેઠકો, બ્રહ્મ સમાજનો એક પણમ

નડિયાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લાની ત્રણ નગર પાલિકાઅોમાં 72 બેઠકો માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં મુસ્લિમ સમાજના 4 ઉમેદવારોને પણ ટિકીટ ફાળવવામાં આવી છે. જ્યારે 60 ટકા બેઠકો ક્ષત્રિય સમાજને ફાળે ગઈ છે. કપડવંજ પાલિકાના 7 વોર્ડમાંથી 6 વોર્ડમાં મેન્ડેટ પર ઊભા રહેનાર કુલ 24 સભ્યોની યાદી જાહેર કરી છે. જોકે, વોર્ડ નંબર 2માં ઉમેદવાર મેન્ટેડ પર ચૂંટણી નહીં લડે. જાહેર કરેલા 24 ઉમેદવારોમાં પટેલ જ્ઞાતિના સાત ઉમેદવારો, બ્રાહ્મણ જ્ઞાતિના 4 ઉમેદવારો, મુસ્લિમ જ્ઞાતિના 4 ઉમેદવાર, બક્ષીપંચના ત્રણ ઉમેદવાર, વણિક સમાજના બે ઉમેદવારો, અનુ.જનજાતિના બે ઉમેદવાર, અનુ.જનજાતિ નો એક ઉમેદવાર, હિન્દુ રાજપૂત સમાજના એક ઉમેદવારનો સમાવેશ થાય છે.

નગરપાલિકામાં ટિકિટ વાંચ્છુઓમાં ટીકીટ નહિ મળનારાઓમાં ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલભાઈ શાહ, સેવાસદનના પૂર્વ પ્રમુખો સેજલબેન બ્રહ્મભટ્ટ, પંકજભાઈ પટેલ, રીન્કુબહેન પટેલ અને ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધવલભાઈ પટેલના ધર્મપત્ની કોમલબહેન પટેલનો પણ સમાવેશ થાય છે. કપડવંજ નગર સેવા સદનની ચૂંટણીમાં કોંગ્રેસે એક પણ ઉમેદવારની મેન્ડેટ આપ્યો નથી.

જેને કારણે ભાજપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામશે એ નક્કી છે. જ્યારે કણજરી નગરપાલિકામાં 7 ઉમેદવારો રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 17 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ કપાયેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી છે. તેમજ કઠલાલ પાલિકામાં ફક્ત વોર્ડ નં.2માં જ ઉમેદવાર વિષ્ણુભાઈ મગનભાઈ પરમારને રીપીટ કરવામાં આવ્યાં છે. બાકી બધા જ નવા અને ઉત્સાહી કાર્યકરોને લેવામાં આવ્યાં છે. જોકે, બ્રહ્મ સમાજનો એક પણ ઉમેદવાર દેખાતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો