તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળા બજારી:નડિયાદમાં મીની લોકડાઉન વચ્ચે પાન, બીડી, સિગરેટની કાળા બજારી, પાછલા દરવાજે ધંધો કરી વધુ નફો મેળવતા વેપારીઓ

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ મીની લોકડાઉન - Divya Bhaskar
નડિયાદ મીની લોકડાઉન
 • વેપારીઓ વધુ નફો મેળવવાની લાહ્યમાં પાન, બીડી, સિગરેટ, તમાકુનો સ્ટોક કરી અછત કરી વધુ કિંમતે વેચાણ કરતાં હોવાની બુમો ઉઠી
 • વ્યસનીઓને તલપ લાગતા વધુ કિંમત ચુકવવા મજબુર

ખેડા જિલ્લામાં વધતા જતાં સંક્રમણને કાબુમાં લેવા એક માત્ર ઉપાય લોકડાઉન તરફ લોકો જઈ રહ્યા છે. ગામ હોય કે શહેર તમામ વિસ્તારો લોકડાઉનના નિર્ણય કર્યો છે. નડિયાદમાં મીની લોકડાઉન વચ્ચે કાળાબજારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. પાન, બીડી, સિગરેટ, તમાકુનો કાળો બજારનો વેપલો ફુલ્યો ફાલ્યો છે. વેપારીઓ પાછલા દરવાજે ધંધો કરી વધુ નફો મેળવતા હોવાની બુમો ઉઠી છે. વેપારીઓએ બમણાં ભાવ લેવા માટે માલનો સ્ટોક કરી અછત સર્જાય તેવું વાતાવરણ ઉભું કર્યું છે.

નડિયાદમાં કલેકટરે આપેલા મીની લોકડાઉનનો આજે પાંચમો દિવસ છે. 28 એપ્રિલથી પાંચ મે સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો વેપાર ધંધા પર પાબંદી મુકી દેવાઈ છે. તો બીજી તરફ આ લોકડાઉન દરમિયાન શહેરભરમાં કાળાબજારનો વેપલો ફુલ્યો ફાલ્યો છે. પાન-મસાલા, બીડી, સિગરેટ, સોપારીનો વેપાર કરતા વેપારીઓ અને નાના નાના વિક્રેતાઓ પાછલા દરવાજે ધંધો કરી રહ્યા છે. મુળ કિંમત કરતાં બમણી કિંમત વસુલી રહ્યા છે.

વેપારીઓ વધુ નફો મેળવવાની લાહ્યમાં પાન, બીડી, સિગરેટ, તમાકુનો સ્ટોક કરી અછત સર્જાય તેવું વાતાવરણ ઉભું કર્યું છે. જ્યારે વ્યસનીઓ પોતાની તલપ સંતોષવા વધુ કિંમત આપી રહ્યા છે. નડિયાદના વ્હોરવાડ, પાંચ હાટડી, મરીડા ભાગોળ, ડભાણ ભાગોળ વગેરે વિસ્તારોમાં કાળા બજારીઓ ફૂલ્યા ફાલ્યા છે. જેને ડામવા પ્રશાસન તંત્ર કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી ઉગ્ર બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો