નવાગામ કૌભાંડ:માજી સરપંચના નામે જોબકાર્ડ ઈસ્યુ કરી નાણાં જમા કરાયા

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માજી સરપંચ પેન્શનધારક હોવા છતાં તળાવ ઉંડા કર્યાનું દર્શાવ્યું હોવાનો ઉલ્લેખ

વસોના નવાગામ તાબે નરેગા યોજનાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ કર્યાનો ખુલાસો થયા બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારી ચોપડે કરાયેલા ઓડીટ રીપોર્ટમાં ગામના જ માજી ડે. સરપંચ જેઓ 1 વર્ષ સરપંચના પણ ચાર્જમાં રહી ચુક્યા છે, ઉપરાંત તેઓ પેન્શનધારક પણ છે, તેમના નામે જોબકાર્ડ ઈસ્યુ કરી કૌભાંડીઓ દ્વારા તેમના નામે બનાવેલા ખાતામાં પૈસા જમા કરાવી ઘરભેગા કરી દેવાયા છે.

નવાગામમાં રહેતા તલસીભાઈ જેઠાભાઈ પરમાર ગત ટર્મમાં ડેપ્યુટી સરપંચ રહ્યા હતા. ત્યારબાદ અંતિમ વર્ષે તેઓ નવાગામના સરપંચ પદે પણ રહ્યા હતા. આ ઉપરાંત તલસીભાઈ હાઈકૉર્ટમાં નોકરી કરતા હતા. તેઓ ત્યાંથી રીટાયર્ડ થયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ છે. તેઓ અત્યારે પેન્શનધારક છે.

ત્યારે ત્રણ મહત્વના પદ પર રહ્યાં પછી કોરોનામાં તલસીભાઈ પાસે તળાવ અને કાંસની સફાઈ અને ઉંડુ કરાવ્યાની મજૂરી કર્યાનું ઓનરેકર્ડ બતાવાયુ છે. ખુદ સરકારી ઓડીટમાં તલસીભાઈના જોબકાર્ડ થકી તેમના બેંક ખાતામાં 9 દિવસ સુધી નરેગા અન્વયે જુદા-જુદા કામ બતાવી 15,456નું ચુકવણુ કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...