તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સવલતો ઉભી કરવા નગરસેવકે ધારાસભ્યને રજૂઆત કરી

નડિયાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
રજૂઆત - Divya Bhaskar
રજૂઆત
 • સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 બેડની સવલતો ઉપલબ્ધ કરવામાં આવી
 • નગરપાલિકાના વોર્ડ નંબર છના કાઉન્સિલરે ધારાસભ્યને લેખીતમાં રજૂઆત કરી

ખેડા જિલ્લાના કપડવંજ અને આસપાસના લોકો માટે આર્શીવાદ સમાન ઉભું કરેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી તબીબી સારવાર ઉપલબ્ધ કરવા રજૂઆત કરવામાં આવી છે. કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર છના કાઉન્સિલરે ધારાસભ્યને આ અંગે લેખીત રજૂઆત કરી છે.

કપડવંજમાં આવેલી જે.બી મહેતા હોસ્પિટલ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-19 કોરોનાવાયરસ મહામારીની સારવાર માટે 20 બેડની સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ તેમાં ફક્ત ઓક્સિજનના પુરવઠા સિવાય કોઈ તબીબી સવલત મળી શકે તેમ નથી. જેથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ધારાસભ્યોની ગ્રાન્ટના નવા નિયમો અનુસાર કપડવંજના ધારાસભ્ય કાળુ ડાભી દ્વારા કપડવંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 25 લાખની ગ્રાન્ટ ફાળવવા કપડવંજ નગર સેવાસદનના સદસ્ય ચિન્ટુ પટેલે વિનંતી કરી છે.

આ ગ્રાન્ટની રકમમાંથી આઇસીયુ યુનિટ વેન્ટિલેટર તથા બાયપેપ અને અન્ય જરૂરી તબીબી ઉપકરણો વસાવવા સુચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કપડવંજ પંથકના કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લઇ જરૂરી સાંત્વના આપવા તથા અસરગ્રસ્તોને જરૂરી સહાય પૂરી પાડવા પણ ધારાસભ્યને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો