અભિપ્રાય:રાજ્ય સરકારના બજેટ મામલે ખેડા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિયાદના વેપારી એસોસિએશન.એ બજેટને બિન લાભદાયી ગણાવ્યું

રાજ્ય સરકાર દ્વારા આજરોજ વિધાનસભામાં બજેટ રજુ કરવામાં આવ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કૃષિ અને ખેડૂતો માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ વ્યાપારી વર્ગ માટે કોઈ પણ પ્રકારની લાભદાઈ જાહેરાત થઈ નથી. પ્રોફેસનલ ટેક્સમાં પણ કોઈ છુટછાટ આપવામાં આવી નથી. જેને લઈ નડિયાદ વેપારી એસોસિએશનના પ્રમુખે આ બજેટને વેપારીઓ માટે બિન લાભદાયી ગણાવ્યું હતું. તો ટેક્ષ પ્રેકટીશનર એસોસિયેશને આ બજેટને સહાય લક્ષી ગણાવ્યું હતું.

ગુજરાત સરકારનું બજેટ સહાયલક્ષી કહી શકાય
આજરોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં નવા કોઈ વેરા લાદેલ નથી. પરંતુ ખેડૂતોને સહાય, મુખ્યમંત્રી ગૌ માતા સહાય, ધાત્રી માતા ને સહાય આમ સહાયની જાહેરાત કરી છે. ટૂંકમાં સમય સુચકતા વાપરી વિકાસ અને સહાય લક્ષી બજેટ રજુ કરેલ છે.- અમિત સોની, ટેક્ષ એડવોકેટ, નડિયાદ

ખેતી પર વધારે ધ્યાન અપાયું છે
ખેતી ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, નર્મદા કેનાલમાં, પોર્ટ અને ટ્રાન્સપોર્ટેશન, ઇરીગેશનમાં ધ્યાન અપાયું છે. ઇલેક્ટ્રિક વ્હીકલ પર ભાર મૂક્યો છે. ઇન્ડસ્ટ્રી અને બિઝનેસમેનને પ્રોફેસનલ ટેક્સ નાબુદ થશે તેવી આશા હતી, પરંતુ તે થઈ શક્યું નથી. તેમજ કોઈ મોટા ફેરફાર પણ થયા નથી- બીપીનભાઈ શાહ, પ્રમુખ, વેપારી એસોસીએશન, નડિયાદ

અન્ય સમાચારો પણ છે...