તપાસ:ઠાસરા તાલુકાના મૂળિયાદની પરિણીતા બે પુત્રો સાથે ગુમ

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોધખોળ બાદ વ્યથિત પતિની ફરિયાદ

ઠાસરા તાલુકાના મૂળિયાદ ગામના સેનવાવાસમાં રહેતા ભરતભાઈ શેનવા પરિવાર સાથે રહે છે. ગત તા.૨૪-ફેબ્રુઆરીના મધ્યાહને ભરતભાઇના પત્ની હિરણબહેન ઉં.૩૨ ઘરેથી કોઈને કહ્યા વિના ચાર વર્ષનો અને બીજો એક વર્ષના સંતાનને સાથે લઈને ક્યાંક જતાં રહ્યા છે. આ બનાવની જાણ પરિવારજનોને થતા પરણિતા અને સંતાનોની શોધ ખોળ આદરી હતી. તેમ છતા કોઇ ભાળ‌ મળી ન હતી. જેથી આ બનાવ અંગે ભરતભાઈ ગોવિંદભાઈ શેનવાએ ઠાસરા પોલીસને જાણ કરતાં ઠાસરા પોલીસે જાણવા જોગ નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...