તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Former Prime Minister Indira Gandhi Committed The Sin Of Tampering With The Provisions Of Democracy Contained In The Constitution: Gordhan Zadafia

આક્રોશ:બંધારણમાં સમાવિષ્ટ લોકતંત્રની જોગવાઈઓ સાથે ચેડાં કરવાનું પાપ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું : ગોરધન ઝડફીયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના ઇપકોવાળા હોલમાં આજે 25 જૂન 1975 કટોકટી દિનની સ્મૃતિઓને વાગોળવામાં આવી

ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદના ઇપકોવાળા હોલમાં આજે 25 જૂન 1975 કટોકટી દિનની સ્મૃતિઓને વાગોળવામાં આવી છે. આજની પેઢી જાગૃત બને તે ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરાઈ છે. જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝાડફિયાએ કટોકટીના દિવસોની લોકતંત્રને કચડતી પ્રેસની આઝાદીને છીનવી લેતી કલંકિત ઘટનાઓને યાદ કરતા જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધી અને તેમની ટુકડીએ સમગ્ર દેશની જનતાને બાનમાં લીધી હતી. તથા બંધારણમાં સમાવિષ્ટ લોકતંત્રની જોગવાઈઓ સાથે ચેડાં કરવાનું પાપ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું.

તાનાશાહ જેવું શાસન દેશ પર લાદી દેવાયું

વિરોધ પક્ષના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. એટલું જ નહીં તેની સામે કોર્ટમાં પણ ન જઈ શકાય તેવી જોગવાઈઓ કરી તાનાશાહ જેવું શાસન દેશ પર લાદી દેવાયું હતું. આજે જે લોકો અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અંગેની કાગારોળ કરી રહ્યાં છે. તે લોકોએ કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીએ કટોકટીના સમયમાં લોકશાહીની હત્યા કરી જે શાસન કર્યું હતું. તેનો અભ્યાસ કરી લેવો જોઈએ તેમ જણાવ્યું છે. ગોરધનભાઇ ઝાડફીયાએ શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાનને પણ બિરદાવી રાષ્ટ્ર માટે તેમની સેવાઓને બિરદાવી હતી.

કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી આવેલા કાર્યકરો ઉપસ્થિત

આ પ્રસંગે ખેડાના સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન પ્રેસ અને મીડિયા કર્મીઓને ખૂબ જ સહન કરવું પડ્યું હતું. તેમને કટોકટીની વિવિધ જોગવાઈઓ પર પ્રકાશ પાડી પ્રેરક સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સહપ્રભારી શકુન્તલાબેન મહેતા, પ્રદેશ મંત્રી જહાન્વીબેન વ્યાસ, પૂર્વ સાંસદ ડો. કે.ડી.જેસવાણી, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ અર્જુનસિંહજી ચૌહાણ, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદ પાલિકા પ્રમુખ, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જિલ્લા ભાજપના હોદ્દેદારો, મંડળ, મોરચાના હોદ્દેદારો અને જિલ્લાભરમાંથી આવેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...