નડિયાદ:મંજીપુરામાં આલોક સોસાયટીના રહીશોને MGVCLની ભૂલનો ઝટકો

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ લાઈન ખસેડવા રજૂઆત અન્યએ કરી, ચાર્જ ફટકાર્યો આલોક સોસા.ને

નડિયાદના મંજીપુરા ગામે આલોક સોસાયટીમાં રહેતા રહીશો MGVCLની નોટીસને કારણે અવઢવમાં મુકાયા છે. સોસાયટીના 9 રહીશોને વીજ કંપની દ્વારા વીજ લાઈન સ્થળાંતર પેટે રૂ.1.20 લાખ ભરવા નોટિસ આવી છે. જો નોટીસ ભરવામાં નહીં આવે તો કંપની દ્વારા કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે સોસાયટીના સ્થાનિક દિનેશભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતુ કે મંજીપુરામાં 16 વર્ષ અગાઉ આલોક સોસાયટી બની હતી. જ્યારે સોસાયટી બની ત્યારે પાછળના ભાગેથી કોઇ વીજ લાઇન પસાર થતી ન હતી.

જેથી કોન્ટ્રાક્ટર દ્વારા મકાનો પણ બાંધ્યા અને લોકો અહીં રહેવા પણ આવી ગયા. પરંતુ 16 વર્ષ બાદ સોસાયટીના પાછળના ભાગે MGVCL દ્વારા વીજ લાઇન નાંખવામાં આવી હતી. જે બાદ તેની નજીક અભિનંદન સોસાયટી બનતા વીજ કંપની દ્વારા વીજ લાઈન ખસેડી આલોક સોસાયટીની નજીક લઈ જવામાં આવી છે. જોકે વાત આટલેથી અટકી નહીં, વીજ કંપની દ્વારા જાતે લાઈન ખસેડાયા બાદ હવે આલોક સોસાયટીના 9 મકાન માલિકોને નોટિસ આપી છે, અને રૂ.1.20 લાખ સ્થળાંતર ખર્ચ ભરવા હુકમ કરવામાં આવ્યો છે.

જો 30 દિવસમાં કંઈપણ કાર્યવાહી કરવામાં નહી આવે તો ફોજદારી કલમ 336 અને 337 મુજબ પોલીસ ફરિયાદ કરવાની પણ નાયબ ઈજનેર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે સમગ્ર બાબતે આલોક સોસાયટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ભુલ વીજ કંપનીની હોવા છતા આલોક સોસાયટીના રહીશોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...