તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ:નડિયાદમાં જાહેર માર્ગ પર 150 ચોરસ ફૂટના વિશાળ પેઇન્ટિંગ દ્વારા વેક્સિન જાગૃતિનો પ્રેરક સંદેશ અપાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • જૈન સોશિયલ ગૃપ તથા વાલ્લા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે પેઇન્ટિંગ કરાઈ
  • "વેક્સિન એ જ ઢાલ, આજ મુકાવ કે કાલ" ના સૂત્ર સાથેનો સંદેશ લખાયો

કોરોના મહામારીથી બચવાનું અને સંક્રમણને અટકાવવાનું એક માત્ર હથિયાર એ વેક્સિનેશન જ છે. વેક્સિનેશનના જન જાગૃતિ અભિયાનમાં કામ કરી રહેલા લોકો અવનવા માધ્યમો થકી સમાજમાં જાગૃતિ લાવવા કામ કરે છે. નડિયાદ શહેરમાં જૈન સોશિયલ ગૃપ અને વાલ્લા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શહેરના કિડની હોસ્પિટલ પાસેના દેરાસર નજીક વેક્સિનેશનની વિશાળ પેઇન્ટિંગ દોરવામાં આવી છે.

150 ચોરસ ફૂટની વિશાળ પેઇન્ટિંગ દ્વારા પ્રેરક સંદેશ આપ્યો

વાલ્લા શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે જૈન સોશિયલ ગૃપના સહયોગ થકી નડિયાદ કિડની હોસ્પિટલ પાસે આવેલ સુપાર્શ્વનાથ જૈન દેરાસર નજીક રસીકરણ મહાઅભિયાન અંતર્ગત એક વિશાળ પેઇન્ટિંગ તૈયાર કરી છે. આશરે 150 ફુટની આ વિશાળ પેઇન્ટિંગમાં "વેક્સિન એ જ ઢાલ, આજ મુકાવ કે કાલ" ના સૂત્ર સાથેનો સમાજમાં જાગૃતિ અર્થે સંદેશ પાઠવ્યો છે. લોકો વધુમાં વધુ રસીકરણનો લાભ લે તેવા આશયથી જાહેર માર્ગ પર આ પેઇન્ટિંગ દોરવામાં આવી છે.

કલરફૂલ પેઇન્ટિંગ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

આ પ્રસંગે નડિયાદ નગર પાલિકાના ઉપપ્રમુખ કિન્તુ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનન રાવ, ગૌરાંગ પટેલ અને ગોપી પટેલે હાજર રહી ખાસ પ્રોત્સાહન આપ્યું હતું. તો સાથે જૈન સોશિયલ ગૃપના પ્રમુખ તેજસ દોશી, ગુજરાત રીજીયનના જોઈન્ટ સેક્રેટરી નિરવ શાહ, જૈન અગ્રણી તથા યુવા પ્રમુખ જીજ્ઞેશ શાહ તથા સંસ્થાના ઉત્સાહી સભ્યો ચિરાગ શાહ, દિપેન શાહ, અતુલ શાહે જનહિતના કામમાં સહભાગી બન્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે કીડની હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલનો આ રસ્તો હજારો લોકોથી રોજ ધમધમતો રહે છે. ત્યારે વેક્સિન જાગૃતિનું આ કલરફૂલ પેઇન્ટિંગ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...