તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નણંદ-ભોજાઈ બાખડ્યા:નડિયાદના ચકલાસીમાં લગ્નમાં આવવા બાબતે એક જ કુટુંબના લોકો વચ્ચે બબાલ, સામ-સામે ફરિયાદ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નણંદે મારે જેના લગ્નમાં જવાનું હતું તેના લગ્નમાં ગઈ અને જેના લગ્નમાં નહોતું જવાનું તેના લગ્નમાં ન ગઈ તેમ કહેતા બોલાચાલી થઇ

નડિયાદના ચકલાસી ગામે લગ્નમાં આવવાના આવવાના મુદ્દે એક જ કુટુંબના લોકો બાખડી પડ્યા છે. નણંદ અને ભોજાઇ વચ્ચે ઝઘડો થતા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ મથકે સોહાના આરીફખાન પઠાણે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના જેઠાણી મુમતાજબાનુ સાથે મારા નણંદ પરવીનબાનુ શેખ વાતો કરતા હતા. પરવીનબાનુ મુમતાજને જણાવતા હતા કે મારે જેના લગ્નમાં જવાનું હતું તેના લગ્નમાં ગઈ અને જેના લગ્નમાં નહોતું જવાનું તેના લગ્નમાં ન ગઈ. જેથી સોહાના એ જણાવ્યું હતું કે ભલે તમે મારા પુત્રના લગ્નમાં ના આવ્યા. જે સાંભળી પરવીનબાનુ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે પોતાના પતિ સમીરની મદદથી સોહનબાનુ પઠાણ, તેના પતિ આરીફખાન પઠાણ સાથે ઝઘડો કરી મારમારી ઇજા કરી હતી.

સોહાનાબાનુએ ઉપરોક્ત સમીરમીંયા શેખ અને તેમની પત્ની પરવીનબાનુ સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે પરવીનબાનુ સમીરશેખે આપેલી ફરિયાદમાં સખાબાનુ પઠાણ, પરવેજખાન પઠાણ, આરીફખાન પઠાણ અને શહેઝાદખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે. ચકલાસી પોલીસે સામસામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...