તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:કઠલાલ APMCના ચેરમેનને ઘરભેગા કરવા સભાસદો સક્રિય

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેરમેન સામે આજે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાશે

છેલ્લાં કેટલાંક અરસાથી ખેડા જિલ્લા ભાજપામાં રાજકીય ઉથલપાથલના ખાંડા ખખડાવાઇ રહ્યાં છે. અગાઉ ખેડા શહેર સંગઠનના પૂર્વપ્રમુખ સહિતના 72 સભ્યોએ ભાજપાના સભ્યપદેથી રાજીનામા ધરી દીધાં બાદ કઠલાલ તાલુકા સંગઠનના પૂર્વમહામંત્રી સહિત 50 જેટલાં સદસ્યોએ ભાજપામાંથી રાજીનામા ધરી દીધાનો ભડકો ટાઢો થયો નથી.

ત્યાં કઠલાલ માર્કેટિંગયાર્ડના ચેરમેન હસમુખભાઇ ગલાબભાઇ પરમાર સામે ચૂંટાયેલાં ડીરેક્ટર-સભ્યોએ બાંયો ચડાવી છે અને આવતીકાલે સોમવારે નડિયાદ ખાતેના બહુમાળી ભવનમાં જિલ્લા રજિસ્ટ્રાર રીનાબેન પટેલને મળી કઠલાલ યાર્ડના ચેરમેનને ઘરભેગા કરવાની માગણી અને ચેરમેન વિરૂધ્ધ મતદાન કરવાની તૈયારી સાથે યાર્ડના ચૂંટાયેલાં 10 ડીરેક્ટર અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરનાર છે તેમ કઠલાલ APMCના ડીરેક્ટર લક્ષ્મણસિંહ (લખનસિંહ) ડાભીએ જણાવ્યું હતુ.

અમે સમાધાન કરવા સહમત નથી
કઠલાલ તાલુકા ભાજપા સંગઠનના પૂર્વમહામંત્રી લખનસિંહ ડાભી તથા અન્ય હોદ્દેદારો સહિતના 50 જેટલાં સભ્યોએ રાજીનામા આપી દીધાના મામલે ખેડા જિલ્લા ભાજપા પ્રમુખ અર્જૂનસિંહ ચૌહાણે કાર્યકરો સાથે સમજાવટ કરી બે દિવસમાં મનાવી લઇશું તેવી વાત કરી હતી. જેની સામે સંગઠનના પૂર્વમહામંત્રી લખનસિંહએ કહ્યું કે, કોઇ નેતા સાથે અમારી કોઇ વાતચીત થઇ નથી. આ બાબતે અમે સમાધાન કરવા સંમત નથી. આગામી દિવસોમાં કઠલાલ તાલુકા ભાજપાના અન્ય કાર્યકરો પણ સાગમટે આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો