તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:તારો છોકરો લગ્નમાં જમવા કેમ આવ્યો છે કહી ઝપાઝપી

નડિયાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બપોરે મહિલા જમતી હતી ત્યારે જ હૂમલો કર્યો

ચકલાસી નજીકના જાવોલ ગામે લગ્નમાં જમવાની બાબતે ત્રણ શખ્સોએ મહિલાના ઘરે જઇ બોલાચાલી બાદ ઝપાઝપી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાવોલ ગામમાં પંચાયત ઓફીસની સામે રહેતા નીરાબેન ચૌહાણે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગત રોજ તેઓ પોતાના ઘરે બપોરના સમયે જમતા હતા, ત્યારે ગામના પર્વતભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય ત્રણ લોકો તેમના ઘરે બુમાબુમ કરતા આવી પહોંચ્યા હતા. તેમને જોઈ નીરાબેન બહાર આવતા પર્વતભાઈ તેમને બોલવા લાગ્યા હતા કે, તારો દિકરો હરીશ લગ્નમાં કેમ જમવા આવ્યા છો? તેમ કહેતો હતો.

આ બાબતે નીરાબેને પોતાના દિકરાને આ અંગે વાત કરશે તેમ જણાવતા પર્વતભાઈ જોડે આવેલા અન્ય ત્રણ લોકો ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ તેમને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ સમયે નીરાબેનની બાજુમાં રહેતા તેમના કાકીસાસુ છોડાવવા માટે વચ્ચે પડતા તેમણે પણ પર્વતભાઈ અને તેમના માણસોએ નુકસાન પહોંચાડ્યુ હતુ. જે બાબતે નીરાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો