હવામાન:ખેડા જિલ્લામાં શનિવારે મેઘરાજાએ વિરામ પાળ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 36 કલાકમાં 6 તાલુકામાં વરસાદનું ટીપુંય પડ્યુ નહીં

ખેડા જિલ્લામાં શનિવારે મોડી સાંજે 6 વાગ્યા પહેલા સુધીના 36 કલાકમાં નહીવત વરસાદ પડ્યો છે. શુક્રવારના વરસાદની વાત કરીએ તો 24કલાક દરમિયાન માત્ર મહુધા, નડિયાદ, ઠાસરા અને વસોમાં મળી સરેરાશ માત્ર 3 મીમી વરસાદ નોંધાયો છે.

નડિયાદમાં 12 મીમી, વસોમાં 17 મીમી, ઠાસરામાં 1 મીમી અને મહુધામાં 2 મીમી પડ્યો છે. શનિવારે સવારે 6થી સાંજે 6 એમ 12 કલાક સુધી ટીપુય વરસાદ પડ્યો નથી. જિલ્લામાં તાપ અને વાદળછાયુ વાતાવરણ ફેરબદલ થતુ હતુ. તાલુકાવાર વરસાદની અત્યાર સુધીની ટકાવારી જોતા સૌથી વધુ વરસાદ નડિયાદમાં 91 ટકા જ્યારે સૌથી ઓછો ઠાસરામાં 25 ટકા વરસાદ પડ્યો છે.

જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 59 ટકા વરસાદ પડ્યો છે. જેથી હજુ 41 ટકા વરસાદની ઘટ છે. તેમાંય ગળતેશ્વર અને ઠાસરામાંવરસાદની ખાસ્સી ઘટ છે. ગયા વર્ષ કરતા દરેક તાલુકામાં વરસાદની ઘટ છે. જિલ્લામાં ગયા વર્ષે અત્યાર સુધી 98.34 ટકા વરસાદ પડ્યો હતો. એટલે ગયા વર્ષની સાપેક્ષ હજુ 38 ટકા વરસાદ ઓછો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...