વરસાદ:ખેડા જિલ્લામાં બુધવારે આખો દિવસ મેઘરાજાએ વિરામ પાડ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મંગળવારથી બુધવાર સાંજ સુધી સરેરાશ 12 મીમી વરસાદ

ખેડા જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર હાથતાળી આપી છે. સોમવારથી મંગળવારે મોડી સાંજ સુધી 18 મીમી વરસાદ નોંધાયા બાદ હવે મંગળવારથી બુધવારે મોડી સાંજ સુધી માત્ર 12મીમી વરસાદ સરેરાશ નોંધાયો છે. તેમાંય આ 12મીમી વરસાદ મંગળવારે જ પડ્યો હતો. જ્યારે બુધવાર તો આખો દિવસ કોરો ધાકોર રહ્યો છે. ક્યાંક ઝરમર વરસાદ દેખાયો હતો.

મંગળવારે 24 કલાકના વરસાદની વાત કરીએ તો સૌથી વધુ 24 મીમી વરસાદ મહેમદાવાદમાં પડ્યો છે. જ્યારે સૌથી ઓછો માતરમાં 5મીમી વરસાદ પડ્યો છે. આ 24 કલાક દરમિયાન વસો અને ગળતેશ્વર તાલુકા કોરા ધાકોર રહ્યા છે. છેલ્લા 36 કલાકના વરસાદી આંકડા જોતા સરેરાશ 12 મીમી મેઘ મહેર થઈ છે. આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 57.31 ટકા થયો છે. જિલ્લામાં હજુ 42 ટકા કરતા વધુ વરસાદની ઘટ છે.

વરસાદી આંકડા (મીમી)

તાલુકોબુધવારે સુધી 36 કલાકનોસિઝનની ટકાવારી
ગળતેશ્વર022.36
કપડવંજ1564.84
કઠલાલ2242.8
ખેડા671.19
મહેમદાવાદ2474.39
મહુધા1652.12
માતર569.74
નડિયાદ1985.57
ઠાસરા1424.88
વસો066.39
અન્ય સમાચારો પણ છે...