તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ જાગૃતિ:નડિયાદમાં રસીકરણ જાગૃતિ માટે મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠક

નડિયાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કલેક્ટર દ્વારા રસી વિશેની લોકોમાં રહેલી તમામ ગેરસમજ દુર કરાઇ

નડિયાદ ખાતે અમદાવાદી બઝાર પાસે આવેલી સબનમ હોલમાં મુસ્લિમ આગેવાનોની બેઠક રાત્રે યોજવામાં આવી હતી. આ મીટીંગમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ મીટીંગમાં કલેકટર આઈ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવી, પ્રાંત અધિકારી નડિયાદ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.. પી.આર.સુથાર વગેરે કાર્યક્રમમાં હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમ્રગ વિશ્વ, દેશ રાજ્ય અને જીલ્લો હાલ કોરોનાની વૈશ્વિક મહામારીનો બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. કોરોનાથી બચવા માટે કોવીડ વેક્સીન એક માત્ર ઉપાય બાકી રહ્યો છે. આથી, રસી વિશેની લોકોમાં રહેલી તમામ ગેરસમજ દુર કરવામાં આવી હતી.

રસીકરણ અંગેની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મીટીંગના અંતે તમામ આગેવાનો એ કોવિડ વેક્સીન લેવા માટે દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો અને પોતે રસી લેશે અને અન્યને રસી લેવા સમજાવશે. તથા જરૂરી તમામ સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો