તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • A General Meeting Of Kheda District Panchayat Was Held, A Member Of The Opposition Alleged The Matter Of Investigation In The Case Of Soil Theft

બેઠક:ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, વિપક્ષના સભ્યે માટી ચોરીના કિસ્સામાં તપાસ બાબતે આક્ષેપ કર્યા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહાડ ગામમાંથી સરપંચ અને તલાટીની મિલીભગતના કારણે 5 હજાર ડમ્પર માટીનું વેચાણનો આક્ષેપ

ખેડા જિલ્લા પંચાયતની આજે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. આ સભામાં એજન્ડા મુજબના સાત કામો તેમજ અધ્યક્ષ સ્થાનેથી ચાર કામ લેવામાં આવ્યા હતા. વિરોધ પક્ષના સભ્ય એ પહાડ ગામમાંથી સરપંચ અને તલાટીની મિલીભગતના કારણે 5 હજાર ડમ્પર માટીનું વેચાણ કર્યો હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે.

ખેડા જિલ્લા પંચાયતની આજે બપોરે સામાન્ય સભા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી કે.એલ બચાણી તેમજ શાખાના અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન એ જિલ્લા વિકાસ અધિકારી બચાણીની ખેડા જિલ્લામાં આ પ્રથમ સામાન્ય સભામાં હોય તેમને આવકાર્યા હતા. અને ત્યારબાદ એજન્ડા મુજબના સાત તેમજ પ્રમુખ સ્થાનેથી ચાર કામો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રશ્નોત્તરી વિભાગમાં વિપક્ષના કેટલાક સભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સભ્ય પર્વતસિંહ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, પહાડ ગામમાંથી 5 હજાર ડમ્પર માટી ગામ પંચાયતના સરપંચ અને તલાટીની મીલીભગતમાં આ કારણે વેચાઈ ગઈ છે, પરંતુ આ બાબતના પ્રશ્નોના જવાબ માં જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી જમીનમાંથી આવી માટી ચોરાઈ નથી જે માટી ખુદાઈ છે તે જમીન પ્રાઇવેટ માલિકી ના કબજા ભોગવટાની છે અને આ મુદ્દે કેસ કોર્ટમાં ચાલતો હોવાનો જવાબ પણ તેમણે સભ્યને લેખીતમાં પાઠવેલ છે.

આ જવાબ અયોગ્ય હોવાનો મુદ્દો વિપક્ષના સભ્ય પર્વતસિંહેએ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં હાલમાં મા કાર્ડ કરવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ હોય લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા હોવાનો પ્રશ્ન પણ મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રસિંહ ઉઠાવ્યો છે. જોકે આ કામગીરી જિલ્લાના અમૂક તાલુકામાં ચાલુ થઈ ગઈ છે અને આવનાર સમયમાં સમગ્ર જિલ્લામાં માં કાર્ડ કાઢવાની કામગીરી શરૂ થશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.

ખેડા જિલ્લા પંચાયતના સભ્ય બચુભાઈ ભાઈ પરમાર માતર તાલુકા પંચાયતના ભલાડા બેઠકમાં મંગળ ભાઈ મફત ભાઇ પરમાર ખેડા તાલુકા પંચાયતની રઢુ બેઠકમાં મગનભાઈ કેશુભાઈ પરમાર નું અવસાન થતા તેમને આ બેઠકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સભ્યોએ તેમજ સભામાં ઉપસ્થિત તમામ લોકોએ બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી

ખેડા જિલ્લા આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ડોક્ટર મકવાણાએ તાજેતરમાં જ એક કાર્યકર સાથે પોતે ઊંચી વગ ધરાવતા હોય પૈસાથી તમામ સેટિંગ કરવામાં માહેર હોવાનું કરેલ વાર્તા લાભ વાયરલ થયા બાદ આ મુદ્દો આજે જિલ્લા પંચાયતની સભામાં ઉઠ્યો હતો જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેને ડૉક્ટરને નોટિસ અપાઇ ગઇ હોય તેમ જ તેમની સામેની આગળની કાર્યવાહી માટે પણ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું છે.

ખેડા જિલ્લામાં નદી કાંઠે આવેલા તેમજ અન્ય ગામો કે જ્યાંથી માટી તેમજ અન્ય વસ્તુઓ મળતી હોય તેમાં ગામોના વિકાસ માટે જિલ્લા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી હોવાનું સભામાં પ્રમુખે જણાવ્યું હતું આ ગામોને આવકમાંથી ગ્રાન્ટની ફાળવણી થશે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના વિસ્તારના વિકાસ કામો (વિકાસ શાખા) સ્ટેમ્પ ડ્યુટીમાંથી ખર્ચ (પંચાયત શાખા) સદર રૂપિયા 245.00 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી કરવાના કામોની વહીવટી મંજૂરી આપવાની સત્તા પંચાયતની સામાન્ય સભાને જ છે. પરંતુ કામો સમયસર પૂર્ણ થઈ શકે તે હેતુથી સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ કામોની વહીવટી મંજૂરી કામ ધ્યાન પર લેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...