તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂમાફિયાઓનો ત્રાસ:માતરના સંધાણા ગામે ટી. બી. હોસ્પિટલની કેટલીક જમીન પર 10 ઇસમોએ કબજો કર્યો

નડિયાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ટી. બી. હોસ્પિટલનું સંચાલન મહાગુજરાત મેડિકલ સોસાયટી કરી રહી છે
 • કબ્જો જમાવનાર ઈસમોએ આ બાબતે વર્ષ 2013માં ખોટો દાવો પણ કોર્ટમાં દાખલ કર્યો હતો

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં દિનપ્રતિદિન જમીન પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક આ સંદર્ભનો કેસ પોલીસની ડાયરીમાં નોંધાયો છે. જેમાં 10 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માતર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
માતરના સંધાણા ગામની સીમમાં છઠ્ઠા માઈલ વિસ્તારમાં ટી. બી. હોસ્પિટલ આવેલી છે. જેનું સંચાલન નડિયાદ સ્થિત મહાગુજરાત મેડિકલ સોસાયટી કરી રહી છે. આ સંસ્થાની બ્લોક નંબર 416/1 થી 428/4 વાળી જમીનના કેટલાક ભાગ ઉપર 10 ઈસમોએ કબ્જો કરી લીધો હતો. કબ્જો જમાવનાર ઈસમોએ આ બાબતે વર્ષ 2013માં ખોટો દાવો પણ કોર્ટમાં દાખલ કર્યો હતો. જેના પગલે આ તમામ લોકોની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરતા જમીન પચાવી પાડવાના હેતુથી કબજો મેળવવાના ગુનામાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસ સંસ્થાના ચેરમેને આ ફરિયાદના આધારે ઈરફાનમીંયા મલેક, મુસ્તુફામીંયા મલેક, સમસુમીંયા મલેક, સલીમમીંયા મલેક, અયુબમીંયા મલેક, સાબેરાબીબી મલેક, ફકરૂમીંયા મલેક, અલ્લાઉદ્દીન મલેક, મહેબુબમીંયા મલેક અને સમસુમીંયા મલેક (તમામ રહે. દંતાલી, તા. વસો) સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો