શુભ પ્રસંગ સંપન્ન:ડાકોરમાં રાજા રણછોડના તુલસીજી સાથે વિવાહ સંપન્ન

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનાની પાલખીમાં બિરાજમાન લાલજી સ્વરૂપ ભગવાન રણછોડજી લક્ષ્મીજી મંદિર સુધી શોત્રાયાત્રા : હજારો શ્રધ્ધાળુઓની ઉપસ્થિતિમાં શુભ પ્રસંગ સંપન્ન

યાત્રાધામ ડાકોરમાં હજ્જારો ભકતોની હાજરીમાં તુલસી વિવાહનો પવિત્ર પ્રસંગ ઉજવાયો. ગત વર્ષે કોરોનાને કારણે તુલસી વિવાહ બંધ બારણે યોજાયો હતો. પરંતુ આ વર્ષે સરકારે છુટ છાટ આપતા હજ્જારો ભક્તોની હાજરીમાં રણછોડરાય ભગવાનનો વરઘોડો વાજતે ગાજતે લક્ષ્મીજી પહોચ્યો હતો. જ્યાં ભાવિક ભક્તોની હાજરીમાં રણછોડરાય ભગવાનના તુલસી સાથે વિવાહ સંપન્ન થયા હતા. મહત્વની વાત છેકે યાત્રાધામ ડાકોર સાથે સાથે સમગ્ર ખેડા જિલ્લાના મંદિરોમાં પણ તુલસી વિવાહની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

તુલસી વિવાહનો પવિત્ર પ્રસંગ હોય આજે સવારથી જ રણછોડરાય ભગવાનના શ્રધ્ધાળુઓએ ભગવાનના લગ્નમાં હાજરી આપવાનું મન બનાવી લીધું હતુ. જેના કારણે બપોર બાદ યાત્રાધામ ડાકોરમાં ભક્તોની ભીડમાં વધારો જોવા મળ્યો હતો. બપોરે 4.15 વાગ્યે ઉત્થાપન આરતી બાદ એક તરફ ભગવાનના દર્શન શરૂ થયા હતા. તો બીજી તરફ છ યજમાનો દ્વારા તૈયાર કરેલ કુંજમાં તુલસી વિવાહની વિધિ શરૂ થઈ હતી.

સાંજે 6 વાગ્યે રણછોડજી ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજને સોનાની પાલખીમાં બિરાજમાન કરી વાજતે ગાજતે અને આતશબાજી સાથે રણછોડજી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. જે લક્ષ્મીજી મંદિર પહોચ્યો હતો. અહીં પ્રથમ ભગવાન લક્ષ્મીજીને મળી પરત નિજ મંદિર પધાર્યા હતા. જ્યા ભક્તો દ્વારા તૈયાર કરાયેલ જુદા જુદા માયરામાં તુલસીજીની સાથે ભગવાનના શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિવાહ કરવામાં આવ્યા હતા.

તુલસી િવવાહના પ્રસંગે દિપમાળામાં ઘીના દીવા પ્રગટાવ્યા
યાત્રાધામ ડાકોરમાં તુલસી વિવાહનો પ્રસંગ હોય મંદિર પરિસર દિપમાળમાં ઘીના દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. મહત્વની વાત છેકે તુલસી વિવાહ અને દેવ દિવાળીએ આ દીપમાળ માં દીવા પ્રગટાવવામાં આવે છે. સાથે સાથે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...