તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:વિરપુરમાં સંક્રમણ વધતાં માર્કેટયાર્ડ દર રવિવારે બંધ, નગરજનોના હિતમા નિર્ણય લેવાયો છે

વિરપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિરપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં સતત વધારો થતાં સ્થાનિક તંત્ર અને વેપારીઓ દ્વારા દર રવિવારે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિરપુર તાલુકામાં રોજબરોજના 5 થી 8 કેસો નોંધાતા રહ્યાં હતા. દિવાળી બાદ પણ વિરપુરના બજારોમાં લોકોનો ભારે ધસારો રહેવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સના જાહેરનામાનો સરાજાહેર ભંગ થતો જોવા મળ્યો હતો. તેની સાથે તંત્રની પણ બેદરકારી જોવા મળી હતી. જેના કારણે વિરપુર નગરમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો હોય તેમ દેખાય રહ્યું હતુ. તહેવારો અને લગ્નના પ્રસંગોના કારણે વેપારીઓ રવિવારે પણ દુકાનો ચાલુ રાખતા હતા. પરંતુ સંક્રમણને ધ્યાને રાખીને નગરજનોના હિતમાં દર રવિવારે માર્કેટ બંધ રાખવા નિર્ણય લેવાયો હોવાનું વિરપુરના સરપંચ દીપીકાબેન સોનીઅે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો