બજારોમાં ભીડ:નડિયાદમાં દિવાળી પર્વના 24 કલાક પહેલા બજારો ઊભરાયા, મીઠાઈની દુકાનથી માંડી ફટાકડાની દુકાન સુધી લોકોની ભીડ

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોલ અને ઓનલાઇન શોપીંગના કારણે ફટકો વાગેલ બજારના ધંધામાં છેલ્લી ઘડીએ ઘરાકી ખૂલી

દિવાળી પર્વનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે. તહેવારના છેલ્લા 24 કલાક બાકી રહેતા બજારોમાં ભીડ જામી છે. છેલ્લી ઘડીએ લોકોના હાથમાં પગાર અને બોનસ આવતાં લોકો બજારમાં ખરીદી કરવા ઉમટ્યા છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

શહેરના મુખ્ય રોડ એવા સંતરામ રોડ, ડુમરાલ બજાર, પીજ રોડ, પારસ સર્કલ, વાણીયાવડ, કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં બુધવારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળી પર્વના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. મીઠાઈની દુકાનથી માંડી ફટાકડાની દુકાન સુધી લોકોની ભીડ જોવા મળી રહી છે. આ વખતે નવેમ્બરના પહેલા જ સપ્તાહમાં દિવાળી છે તેથી લોકોના પગાર અને બોનસો દિવાળી પૂર્વેજ હાથમાં આવતાં બજારમાં ભીડ જોવા મળી હતી.

મોલ અને ઓનલાઇન શોપીંગના કારણે ફટકો વાગેલ બજાર ધંધામાં છેલ્લી ઘડીએ ઘરાકી ખૂલી હતી. જેના કારણે વ્યવસાયકારો ગેલમાં આવી ગયા છે. છેલ્લા સમયમાં બજારમાં ઘરાકી ખૂલતાં સૂમસામ પડેલા બજારો ધમધમ્યા છે. આસપાસના તાલુકા મથકોમાંથી લોકો નડિયાદ ખાતે ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.