તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:નડિયાદમાં પ્રારંભ થયેલા તમાકુ બજાર ખેડૂતો માટે આર્શીવાદ સમાન

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સરાહનીય કામગીરી
 • ખેડૂતોના પાકને મળ્યો કિફાયતી દામ

ખેત પેદાશ તરીકે જાણીતા ખેડા-આણંદ જિલ્લામાં સૌપ્રથમ વખત નડિયાદમાં તમાકુ બજારનો પ્રારંભ થયો છે. જે ખરેખર ખેડૂતો માટે આર્શીવાદ સમાન છે. નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ચરોતર પ્રદેશનો મુખ્ય પાક કહેવાતા તમાકુ, તેના ઉત્પાદન બાદ તેને વેચાણ માટે ખેડૂતોને કપરા પહાડ ચઢવા પડતાં હતા. તો આ કપરા પહાડ ચઢ્યા બાદ પણ ખેડૂતોને પોતાના પાકનો પોષણ ક્ષમ ભાવો નહોતો મળતાં. જેના કારણે ખેડૂત વર્ગ નારાજ થઈ અન્ય ખેત પેદાશ તરફ વળવા મજબુર બન્યા છે.

નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા તમાકુ બજારનો થોડા સમય પહેલાં પ્રારંભ કરાયો હતો. નડિયાદ પીપળાતા રોડ પર ખોડીયાર મંદિર નજીક ખુલ્લી જગ્યા પર તમાકુ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતો અને વેપારીઓ બન્ને અહીંયા આવે છે. સમિતિ દ્વારા બાંધવામાં આવેલા જુદા જુદા ટેન્ટો પર બજાર સમિતિના કર્મીઓ હરાજી બોલે છે અને એ બાદ વેપારીઓ ખેડૂતો પાસેથી માલ મેળવે છે.

જેના રોકડા દામ પણ આપવામાં આવે છે. APMCનું સૂત્ર "ખુલ્લી હરાજી સાચો તોલ અને રોકડા નાણાં" જે નડિયાદ APMCએ સાર્થક કરી બતાવ્યું છે. નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિપુલ પટેલે આ સરાહનીય કામગીરીને લાભદાયી કહી છે. તો સામે ખેડૂતોએ પણ આ કામગીરીને આર્શીવાદ રૂપ ગણાવી છે.

અહીંયા માલની ગુણવત્તા ચકાસી ખેડૂતોને પોતાના જથ્થાના પોષણક્ષમ ભાવ મળે છે. ખેડૂતોને તેમના માલની ગુણવત્તા જોતાં આશરે 1500 થી 1800 વચ્ચે મણનો ભાવ મળે છે. સાથે સાથે તમાકુ બજારના દલાલ દ્વારા વટાવ કાપ્યા વગર રોકડા નાણાં ચૂકવી આપવામાં આવે છે. બજાર સમિતિની રોજની 4 હજારથી 4500 ગુણની આવક રહે છે જે હજી વધવાની શક્યતા છે. અત્યારે ખેડૂતોનો ઘસારો જોતાં આગામી સમયમાં આ આવકમાં વધારો થશે તેવી આશા સેવાઈ છે. નડિયાદ સમિતિ દ્વારા દરેક વેપારીમિત્રો, ખેડૂત તેમજ અન્ય લોકોને નિશુલ્ક પણે ચ્હા આપવામાં આવે છે અને 10 રૂપિયામાં પુરી અને શાકનું શુધ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો