તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:માર્ચ,એપ્રિલ,મે કાળમુખો, 2020 કરતાં 2021માં મૃત્યુદરમાં 152%નો વધારો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખેડાની 10 પાલિકામાં 2021માં 1647 મરણના દાખલા આપ્યાં

ખેડા જિલ્લાની 10 નગર પાલિકામાં 2020ના માર્ચ, એપ્રીલ અને મે મહિનામાં 1084 મરણના દાખલા ઇસ્યુ કરવામા઼ આવ્યા હતાં. જેની સામે 2021ના આ જ સમયગાળા દરમિયાન 1647 મરણના દાખલા ઇસ્યુ કરવા આવ્યા હતાં. જે ગતવર્ષની સરખામણીમાં 152 ટકા વધુ છે. ઉલ્લેખનિય છે કે, વર્તમાન કોરનાના પીક સમયના કારણે મૃત્યુનો દર વધતાં 2020ની સરખામણીમાં 2021ના 3 મહિનામાં મોતનો આકડો 152 ટકા વધી ગયો હતો.ખેડા જિલ્લાની 10 નગર પાલિકામાં 2020માં માર્ચ મહિનામાં 421 અને 2021માં 467 મરણના દાખલા ઇસ્યુ કરવામાં આવ્યા હતાં.

જયારે 2020ના એપ્રીલ મહિનામા 290 અને 2021ના એપ્રીલ મહિનામાં 969ને મરણના દાખલા ઇસ્યુ કરવામાં આવ્યા હતાં. તેમજ 2020ના મે મહિનામાં 373 અને 2021ના મે મહિનાના પ્રથમ દશ દિવસમાં જ 211 મરણના દાખલા આપવામાં આવ્યા હતાં. જોકે કોરોનાના પીક સમયના કારણે 2021માં મૃત્યુદરમાં વધારો નો઼ધાયો છે.

નડિયાદ નગરપાલિકાઅે સૌથી વધુ મૃત્યુના દાખલા આપ્યા
નડિયાદ નગરપાલિકા દ્વારા માર્ચ માસમાં 282 લોકોના મૃત્યુપ્રમાણ પત્ર અને એપ્રિલ માસમાં 600 લોકોના મૃત્યુપ્રમાણ પત્રની નકલો એનયાત કરવામાં આવી છે.જયારે મે માસમાં 14 દિવસમાં 882 લોકોના અંતિમ વિધિ કરવામાં આવી છે. કપડવંજ નગરપાલિકા દ્વારા 179 લોકોને મૃત્યુના અને બાલાસિનોરમાં 110 લોકોને મૃત્યુના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે મહેમદાવાદમાં 124 લોકોને મૃત્યુના પ્રમાણપત્રો અેનાયત કરવામાં આવ્યા હતા.

પાલિકા દ્વારા ઈસ્યુ કરાયેલ મરણના દાખલા

પાલિકામાર્ચએપ્રિલમે
નડિયાદ282600882
ચકલાસી2525
મહેમદાવાદ324645
બાલાસિનોર4646
કઠલાલ233822
કપડવંજ625562
મહુધા174222
ડાકોર28287
ઠાસરા103111
ખેડા135842
કુલ467969211

ચરોતરમાં 2021 સૌથી વધુ મૃત્યુદર
ખેડા -આણંદ જિલ્લાના શહેરી વિસ્તારો પર નજર કરી તો છેલ્લા 5 વર્ષમાં માર્ચ,એપ્રિલ અને મે માસમાં સરેરાશ 550 આસપાસ થતાં હતા. કોરોના મહામારીના પગલે 2021માં મૃત્યુદરમાં ચાર ગણો વધારો થયો છે. જેમાં કુદરતી, અન્ય બિમારી કે માર્ગ અકસ્માત સહિત શંકાસ્પદ બિમારીમાં મૃત્યુદરમાં વધારો થયો છે. બંને જિલ્લામાં થઇને 3500 વધુ મૃત્યુ થયા છે. જેમાં 60 ટકા લોકો શંકાસ્પદ બિમારીમાં મૃત્યુ પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...