હાલાકી:નડિયાદમાં LRDની એક્ઝામ પૂર્વે અનેક ગ્રાઉન્ડ યુવાનો માટે બંધ

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં LRDની પરીક્ષા યોજાશે. આ વખતે પહેલા શારીરિક કસોટી લેવાનો નિર્ણય કરાયો છે. ત્યારે નડિયાદમાં LRD પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક પણ યોગ્ય મેદાન ન હોય, યુવાનો હેરાન થઈ રહ્યા છે. આ મુદ્દે ફરીયાદો ઉઠતા નડિયાદના અપક્ષ કાઉન્સિલર દ્વારા જિલ્લા કલેક્ટર સહિત કેબિનેટ મંત્રીને રજૂઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરાઈ છે.

નડિયાદમાં એસઆરપી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ગ્રાઉન્ડ અને કોલેજનું ગ્રાઉન્ડ યુવાનોને દોડની તૈયારી કરવા માટે ફાળવાય તેવી માગ સાથે અપક્ષ કાઉન્સિલર ગોકુલ શાહે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. તેમણે આ રજૂઆત કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈને પણ કરી છે. આ અરજીમાં તેમણે જણાવ્યુ છે કે, નડિયાદમાં LRD પરીક્ષા આપવા ઈચ્છતા યુવાધનને અત્યારે જાહેર રસ્તા પર, હેલીપેડ અને મીલના ગ્રાઉન્ડમાં દોડની તૈયારી કરવાનો વખત આવ્યો છે. જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. નડિયાદના મુખ્ય જે સુવ્યવસ્થિત મેદાનો છે તેવા એસઆરપી અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ બંધ હોવાથી આ પરીસ્થિતિ સર્જાઈ છે. આ ગ્રાઉન્ડ તત્કાલ શરૂ કરાય ઉપરાંત હેલીપેડ અને મીલના ગ્રાઉન્ડની સફાઈ કરાય તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...