આવેદનપત્ર આપ્યું:મંજીપુરાના સરપંચે દ્વેષભાવ રાખી સોસા.નો રસ્તો નહીં બનાવ્યાનો આક્ષેપ

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીના રહીશોએ ગંદકી, રસ્તા અંગે આવેદનપત્ર આપ્યું

એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ચૂંટણી જાહેર થવાના ગણતરીના કલાકો પહેલા મંજીપુરા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂધ્ધ સ્થાનિકોએ રોસ ઠાલવ્યો છે. નડિયાદ તાલુકાના મંજીપુરામાં આવેલ શ્યામ રો-હાઉસ સોસાયટીના રહીશોએ રસ્તા, ગંદકી સહિતના પ્રશ્નો ઉઠાવી સરપંચની કામગીરી નબળી હોવાનો આક્ષેપ કર્યો છે. સરપંચ દ્વારા બે વર્ષથી રસ્તો બનાવી આપવા માટે વાયદા કરવામાં આવી રહ્યા છે. સોસાયટી બહારના જાહેર રસ્તા બની ગયા, પરંતુ સોસાયટી નો રસ્તો બની રહ્યો નથી.

નડિયાદના મંજીપુરામાં આવેલ શ્યામ રો-હાઉસના રહીશો આજે તાલુકા પંચાયત પહોંચ્યા હતા. જ્યાં અધિકારી સમક્ષ રોસ ઠાલવતા સરપંચ વિરુદ્ધ રજૂઆત કરી હતી. સોસાયટીમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી સ્થીતિ છે. બીજી તરફ રસ્તા બાબતે બે વર્ષથી રજૂઆત કરવા છતા રસ્તા નહી બનતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સરપંચ અને કોન્ટ્રાક્ટર અગાઉ સોસાયટીમાં આવી રસ્તાનું માપ કાઢી ગયા હતા, પરંતુ કોઈ કારણોસર રસ્તાનું કામ અધૂરું મુકી દેવામાં આવ્યું છે. જોકે સરપંચ જીતુભાઇએ જણાવ્યું હતું કે, રસ્તાની પક્રીયા હાથ ધરાઇ છે પણ ચૂંટણી આવી રહી હોય એટલે આવેદનપત્ર આપયું છે.

અન્ય સમાચારો પણ છે...