તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણની સ્થિતી ગંભીર:શહેરની ત્રણ સોસાયટીના 633 રહીશોને ફરજિયાત ઘરબંધી

નડિયાદ4 મહિનો પહેલાલેખક: ધ્રૃતિ મિસ્ત્રી
 • કૉપી લિંક
ઉમા ટાઉનશીપ - Divya Bhaskar
ઉમા ટાઉનશીપ
 • નડિયાદ શહેરની કન્ટેનમેન્ટ કરેલી સોસાયટીઓના રહીશોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળતી ન હોવાની બૂમો ઉઠી
 • ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતી ગંભીર બનતી જઇ રહી છે. તેમાંય નડિયાદ શહેર છેલ્લા લાંબા સમયથી હોટસ્પોટ બની રહ્યું છે
 • 3 સોસાયટીઓ હોટસ્પોટ બની : માત્ર બહારથી વસ્તુ આપવા જવાની છુટ

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતી ગંભીર બનતી જઇ રહી છે. તેમાંય નડિયાદ શહેર છેલ્લા લાંબા સમયથી હોટસ્પોટ બની રહ્યું છે. જોકે, હવે નડિયાદ શહેરની 3 સોસાયટીઓને હોટ સ્પોટ જાહેર કરીને તેને કન્ટેઇન્મેન્ટ કરવામાં આવી છે. આ ત્રણેય સોસાયટીઓમાં હાલમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેની તપાસ દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ત્રણેય સોસાયટીઓની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ ઉપરાંત જય મહારાજ ડુપ્લેક્ષ અને સંતરામ નગર એક અને બે ની બહાર આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત છે. સોસાયટીમાં રહેતા રહીશોને બહારથી કોઇ વસ્તુ આપી જવાની છૂટ છે, પરંતુ તેમને બહાર નીકળવાની મંજુરી નથી.

જય મહારાજ ડુપ્લેક્ષ
જય મહારાજ ડુપ્લેક્ષ

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જય મહારાજ ડુપ્લેક્ષની બાજુની બે સોસાયટીને પણ કન્ટેઇન્મેન્ટ કરાઇ

શહેરના વાણિયાવાડ વિસ્તારમાં આવેલા જય મહારાજ ડુપ્લેક્ષમાં 10 કેસ પોઝિટીવ આવ્યા બાદ બાજુમાં આવેલા રામ કૃષ્ણ ડુપ્લેક્ષના 18 ઘર અને ક્રિશ્ના સોસાયટીના 144 ઘરોને પણ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવી લેવામાં આવ્યા છે. જેમાં કુલ 626 રહીશોના ટેસ્ટ અને સર્વે સહિતની કામગીરી હાથ ધરાઇ છે.

આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળા-હોમિયોપેથિક દવાનું વિતરણ
શહેરમાં હોટસ્પોટ બનેલી 3 સોસાયટીઓમાં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તમામ લોકોને ઉકાળા અને હોમિયોપેથિક દવાનું પણ નિયમિતપણે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જય મહારાજ ડુપ્લેક્ષ
જય મહારાજ ડુપ્લેક્ષમાં પોઝિટીવ કેસ આવતા કન્ટેનમેન્ટ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પરંતુ અન્ય કોઇ વ્યવસ્થા નહીં કરાતા લોકોમાં રોષ જણાઇ રહ્યો છે.
કુલ ઘર 64
કુલ વસ્તિ 243
કુલ પોઝિટીવ દર્દી 10

ઉમા ટાઉનશીપ
ઉમા ટાઉનશીપમાં 18 પોઝિટીવ કેસ મળ્યા બાદ આખો વિસ્તાર કન્ટેનમેન્ટ કરવામાં આવ્યો છે. કોઇને પણ ઘરની બહાર ન નીકળવાની સુચના અપાઇ છે.
કુલ ઘર 17
કુલ વસ્તિ 145
કુલ પોઝિટીવ દર્દી 18

સંતરામ નગર
સંતરામનગરમાં કન્ટેનમેન્ટ જાહેર કરાયા બાદ શાકભાજી શાકભાજી, દૂધ અને અન્ય વસ્તુઓ મળતી ન હોવાની બૂમ ઉઠવા પામી છે.
કુલ ઘર 54
કુલ વસ્તિ 248
કુલ પોઝિટીવ દર્દી 8

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો