તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:ડભાણની સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને 10 વર્ષની સજા

નડિયાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • એક લાખ રૂપિયા વળતર પેટે પીડીતાને ચૂકવવાનો હુકમ

મૂળ સાણંદના કાંણોટીનો વતની અને છેલ્લા થોડા સમયથી દેગામમાં રહેતો અજય ઉર્ફે પકો ઉર્ફે બોચી ઠાકોરે 14 વર્ષિય સગીરાને 29 મી માર્ચ 2020 ના રોજ ડભાણ ગામની સીમમાંથી ભગાડી દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનો સોમવારે ખેડા જિલ્લાની સ્પેશ્યલ કોર્ટમાં ન્યાયાધિશ ડી.આર.ભટ્ટ સમક્ષ ચાલવા પર આવ્યો હતો.

સરકારી વકીલ ધવલ આર.બારોટની દલીલ અને 13 દસ્તાવેજી પુરાવા તેમજ 9 સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં લઇને કોર્ટે અજય ઠાકોરને ઇપીકો કલમ 363 ના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદ, ઇપીકો કલમ 366 ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને રૂ.10 હજારનો દંડ અને દંડ ન ધરે તો વધુ 6 માસની સખત કેદની સજા, ઇપીકો કલમ 376 (2)(એન)ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા

પોક્સો એક્ટની કલમ 3 (એ) સાથે 4 ના ગુનામાં 10 વર્ષની સખત કેદ અને રૂ.10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા તથા પોક્સો એક્ટની કલમ 5 (એલ) સાથે 6 ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ અને દંડ ન ભરેતો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત ન્યાયાધિશ ડી.આર.ભટ્ટે વળતર પેટે રૂ.1 લાખ ચૂકવી આપવાનો પણ હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો