તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નડિયાદના પીજ ચોકડી બ્રીજ પર લોડીંગ ટેમ્પીના આગળના વ્હીલની હવા નીકળી જતાં ટેમ્પી પલ્ટી ખાઈ ગઈ, યુવકનું મોત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસો પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો

નડિયાદના પીજ ચોકડી પાસેના બ્રીજ પર લોડીંગ ટેમ્પી પલ્ટી ખાઈ જવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ચાલક બચી ગયો છે જ્યારે ટેમ્પીમાં સવાર એક વ્યક્તિ ટેમ્પી નીચે દબાઈ જતાં મૃત્યુ થયું છે. આ અંગે વસો પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અમદાવાદ ખાતે રહેતા પિયૂષભાઈ આસારામ ગુપ્તા રખીયાલ સ્થિત આવેલ મેડિકલ એજન્સીમાં વર્કર તરીકે નોકરી કરે છે. ગતરોજ તેઓ કંપનીના કામે લોડીંગ ટેમ્પીમાં દવાઓ લઈને અમદાવાદથી આણંદ તેની ડીલીવરી કરવા જતાં હતાં. લોડીંગ ટેમ્પીનો ચાલક તન્મય ભારદ્વાજ આ વાહન હંકારી રહ્યો હતો ત્યારે નેશનલ હાઈવે નં. 48 પીજ ચોકડીના બ્રીજ પર એકાએક ટેમ્પીના આગળના વ્હીલની હવા નીકળતાં ટેમ્પી ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આથી ટેમ્પી રોડ પર જ ઉથલી પડી હતી.

આ અકસ્માતમાં ચાલક તન્મયને શરીરે ઈજાઓ પહોંચી છે. જ્યારે પિયૂષભાઈ વાહન નીચે દબાઈ ગયા હતા. અકસ્માત જોતાં આસપાસના લોકો દોડી આવ્યા અને વાહન નીચે દબાયેલા પિયૂષભાઈને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યાં હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા પિયૂષભાઈએ કરમસદ ખાનગી હોસ્પિટલમાં દમ તોડી દેતાં આ અંગે વસો પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...