તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંચિયો મામલતદાર:1 એન્ટ્રીના 15000 લેનાર મામલતદારે 2 વર્ષમાં 2100 એન્ટ્રીઓ કરી હતી

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એ.સી.બી.એ લાંચીયા અધિકારીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા, હવે મિલકત સંબંધિત તપાસ થશે
  • તેઓના કાર્યકાળની ચોંકાવનારી બાબતો બહાર આવી

કઠલાલ મામલતદાર કચેરીમાં દસ્તાવેજની પાકી નોધ પાડવા માટે રૂ.50 હજારની લાંચ માગનાર અધિક નાયબ મામલતદાર એ.સી.બીના છટકામાં ઝડપાયા છે. જે બાદ તેઓના કાર્યકાળની ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે. છેલ્લા બે વર્ષથી અહીં ફરજ બજાવી રહેલા હબીબ ભાઇ સબુરભાઇ મલેકે અત્યાર સુધી 2100 થી વધુ અરજીઓ નો નિકાલ કર્યો છે.

કઠલાલના જાગૃત નાગરીકે 6 માસ પહેલા લસુન્દ્રામાં 6 જુદા જુદા સર્વે નંબરની સાડા પાંચ વિઘા જેટલી જમીન વેચાણ રાખી હતી. જે અલગ-અલગ સર્વે નંબરના 31 માર્ચ, 2021ના રોજ કઠલાલ મામલતદાર કચેરી ખાતે સબ રજિસ્ટાર કચેરીમાં દસ્તાવેજ કરાવ્યા હતા. આ દસ્તાવેજોની પાકી નોંધ પાડવા માટે અધિક નાયબ મામલતદાર હબીબભાઈ સબુરભઆઈ મલેક દ્વારા ફરીયાદીને ફોન કરી એક દસ્તાવેજની એન્ટ્રીના 15,000 લેખે 6 દસ્તાવેજના 90,000 રૂપિયા માંગ્યા હતા.

રકઝકના અંતે રૂ.50,000 નક્કી થયા હતા. જે બાબતે ફરિયાદીએ એ.સી.બીમાં ફરીયાદ કરતા એ.સી.બી.એ છટકું ગોઠવી 50,000ની લાંચની માંગણી કરતા અધિક ના.મામલતદારને ઝડપી પાડવામાં આવ્યા હતા. એ.સી.બીએ અધિક ના.મામલતદારને કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માંગ કરી હતી. જેને ધ્યાન પર લેતા કોર્ટે લાંચીયા અધિકારીના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આરોપી સામે અગાઉ નીલગાયની શિકારનો ગુનો નોંધાયો હતો
કહેવાય છેકે કુદરત કોઇને છોડતી નથી. એક સમયે સત્તાના નસામાં ડુબેલા હબીબ મલેકે મુંગા અબોલ જીવનો પોતાની લાઇસન્સ વાળી બંદુકથી શિકાર કર્યો હતો. જોકે કુદરતની કરામત જુઓ ઘટનાના 13 વર્ષ બાદ આ શિકારી એ.સી.બીનો શિકાર બની ગયો છે.

તારીખ 21 જુલાઇ 2007ના રોજ કઠલાલના ખોખરવાડા ગામે મહોર નદીના પટમાં હબીબ મલેકે ખુની ખેલ ખેલ્યો હતો. પોતાની લાઈસન્સ નં.26059 નંબર વાળી બંદુકના ધડાકે હબીબ મલેકે નિર્દોષ મુંગા જીવની હત્યા કરી હતી. આ ઘટનામાં તેની સાથે વિલાયત હુસેન નબીમીયા પણ સામેલ હતો. જોકે નીલગાયનો શિકાર કર્યા બાદ બંને આરોપીઓ ઘટના સ્થળ પર જ બંદૂક મુકી ભાગી છૂટ્યા હતા. જેથી સ્થળ પર પહોચેલ પોલીસે બંદૂક કબજે કરી તેની તપાસ કરતા બંદૂક હબીબ મલેકના નામે રજીસ્ટર્ડ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

પુરાવાના આધારે કઠલાલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતે ગુનો નોંધાયો હતો. જેની સુનાવણી નડિયાદ એડી.સેસન્સ અદાલતમાં ચાલી જતા આરોપીને 3 વર્ષની કેદ અને રૂ.12 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે બાદમાં સમગ્ર કેસ ગુજરાત હાઇ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાંથી આરોપી મુક્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...