તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:નડિયાદ નગરપાલિકાના CO સામે મહુધાના ધારાસભ્યની નારાજગી

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાતાકીય રાહે પગલાં ભરવા મુખ્ય સચિવને ફરિયાદ કરી

જિલ્લા સંકલન સમિતિમાં મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર દ્વારા રજુ થતા પ્રશ્નોનો નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર યોગ્ય જવાબ નહીં આપતા હોઈ ધારાસભ્ય નારાજ થયા છે. સમગ્ર બાબતે મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરતા મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે જણાવ્યું છેકે નડિયાદ પાલિકાના ચીફ ઓફિસર છેલ્લા કેટલાક સમયથી તેઓને યોગ્ય માહિતી પૂરી પાડી રહ્યા નથી. પાલિકાના પ્રજાને લગતા પ્રશ્નો અંગે ધારાસભ્ય તરીકે જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્નોની રજૂઆતના જવાબો બેજવાબદારી ભર્યા તેમજ સાચા આપેલ નથી.

આ ચીફ ઓફિસર ખોટા જવાબો આપે છે તેઓ કોઈપણ પ્રજાના કામ માટે રજૂઆત કરવા પ્રજા જાય તો સાંભળતા જ નથી. એક ધારાસભ્ય તરીકે સંકલન સમિતિમાં પૂછેલા જવાબો ગેરમાર્ગે દોરતા આપવામાં આવે છે. ધારાસભ્યની રજુઆતોનો નિકાલ પણ કરવામાં આવતો નથી.

નડિયાદ પાલિકા હસ્તકની મોખા તળાવ ઉપર દબાણ બાબતની રજૂઆતો ધારાસભ્ય દ્વારા કરાય છે. છતા સંકલન સમિતિમાં પમ ગેરમાર્ગે દોરતા જવાબો મળ્યા છે. ખાનગી સોસાયટીના રસ્તા બાબતે માહિતી માંગવામાં આવી હતી, તે પણ ધારાસભ્યને મળી નથી. સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઉંડા કરવા બાબતની માહિતી સંકલન સમિતિમાં ખોટી આપી હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...