તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ખેડાના મહિપતસિંહની 17 દિવસમાં ઘર વાપસી

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 જૂને ‘આપ’માં જોડાયા હતા
  • પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા

22મી જુન ના રોજ ‘આમ આદમી પાર્ટી’માં જોડાયેલા ખેડા જિલ્લાના લવાલ ગામના યુવા નેતા મહિપતસિંહ ચૌહાણે 17 દિવસમાં પાર્ટી ને અલવિદા કરી દીધી છે. હજુતો 29 જૂનના રોજ તેઓને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ તરીકે પાર્ટીએ સ્થાન આપ્યું હતું. પરંતુ બનાસકાંઠાના દાંતા તેઓએ યોજેલ કાર્યક્રમને પાર્ટી દ્વારા રેડ સિગ્નલ આપી દેતા મહિપતસિહે પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું ધરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ આઝાદ વિચારો ધરાવે છે, તેમજ પાર્ટીના પ્રોટોકોલ માં બંધાવાનું તેઓને ફાવે તેમ નથી. મહત્વની વાત છેક તેઓ અગાઉ લવાલ ગામના સરપંચ હતા. જેઓની વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી ઉભી થતા તેઓનું સરપંચ પદ છીનવાયું હતું. ત્યારબાદ તેઓ સર્વ સમાજ સેના થકી લાઇટમાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...